Saturday, April 18, 2026
HomeGujaratહિંમતનગરમાં મકાનની છત ધરાશાયી થતાં માતા-પુત્રીનું મૃત્યુ

હિંમતનગરમાં મકાનની છત ધરાશાયી થતાં માતા-પુત્રીનું મૃત્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. હિંમતનગર: ગુજરાતમાં ચોમાસાની (Monsoon 2023) સિઝન દરમિયાન મકાનની છત પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેના કારણે અનેક નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે વધુ એક દુર્ઘટના સાબરકાંઠાના (Sabarkantha) હિંમતનગરમાંથી (Himatnagar) સામે આવી છે. જ્યાં રાત્રિ દરમિયાન મકાનની છત સાથે પંખો પડતા માતા-પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને તાત્કાલિક હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બંનેના મૃત્યુ થયા હતા. ઘટનાને પગલે સમ્રગ વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલી મુસ્તફા મસ્જીદ પાસે એક રહેણાંક મકાનની છત ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. ગઈકાલે રાત્રે 11 વાગ્યાના અરસામાં માતા અને પુત્રી ઘરમાં ઉંઘી રહ્યા હતા. તે દરમિયાન એકાએક મકાનની છત ધરાશાયી થતાં છત પર લાગેલો પંખો ઉંઘી રહેલા માતા અને પુત્રી પર પડ્યો હતો. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે બૂમાબૂમ કરતા આસપાસના લોકો પણ ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત પડેલા માતા અને પુત્રીને એમબ્યુલેન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન માતા અને પુત્રી બંનેના મૃત્યુ થયા હતા.

- Advertisement -

અકસ્માતની જાણ હિંમતનગર બી ડિવિઝન પોલીસને થતાં પોલીસને કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. માતા-પુત્રીના મૃત્યુના પગલે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. માતા અને પુત્રીના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જોકે આ મકાનની છત જર્જરિત હતી કે કેમ ? કેવી રીતે આ દુર્ઘટના બની છે, તે દિશામાં હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

મૃતકના નામ
મુમતાજ ગુલાબ હુસેન ભાઈ ઉંમર વર્ષ 56
બુશરા ગુલાબ હુસેન ભાઈ ઉંમર વર્ષ 19

wp:paragraph –>

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular