નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Gandhinagar News : ગુજરાતમાં રાજ્યસભાની (Rajya Sabha Election)ત્રણ બેઠકોનો કાર્યકાળ પુર્ણ થતા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. પરંતુ આ ચૂંટણી નીરસ બની ગઈ હતી કારણ કે હાલ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે 156 બેઠકોનું સંખ્યાબળ છે જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 17 અને આમ આદમી પાર્ટી પાસે 5 બેઠકો છે. જેના કારણે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પોતાના રાજ્યસભાના ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતારે તો પણ કોઈ જીતી શકે તેવી શક્યતાઓ બને નહીં. આમ રાજ્યમાં રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારો વિજેતા થાય તેવું પહેલાથી જ સ્પષ્ટ થઈ ગયું હતું. ત્યારે આજરોજ રાજ્યસભાના ત્રણેય ભાજપના ઉમેદવારોને બીનહરિફ વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીનું પરિણામ મતદાન પહેલા જ જાહેર થઈ ગયું છે. કારણ કે રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ભાજપના ત્રણ ઉમેદવારો દ્વારા જ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. આમ ત્રણ બેઠકો પર ત્રણ જ ઉમેદવારો હોય ચૂંટણીના મતદાનનો કોઈ મતલબ રહેતો નથી. ત્યારે આજરોજ ગુજરાત વિધાનસભાના સચિવાલય મદદનીશ નિર્વાચન અધિકારી અને નાયબ સચીવે અખબારી યાદી જાહેર કરી માહિતી આપી હતી કે, ખાલી પડેલી ત્રણ રાજ્યસભાની બેઠકો પર ઉમેદવાર કેસરીસિંહ દિગ્વિજયસિંહ ઝાલા, બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ અને સુબ્રમણ્યમ જયશંકર ક્રિષ્નાસ્વામીને બિનહરિફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








