Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના સૈજપુર બોઘામાં નજીવી બાબતે 5 આરોપીએ મળીને કરી યુવકની હત્યા

અમદાવાદના સૈજપુર બોઘામાં નજીવી બાબતે 5 આરોપીએ મળીને કરી યુવકની હત્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Crime News: ગુજરાતમાં જેવી રીતે હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, તે જોઈને લાગે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે. સામાન્ય અને નજીવી બાબતોમાં આરોપીઓ હત્યા જેવા ગંભી ગુનાઓને અંજામ આપી રહ્યા છે. આવી જ એક નજીવી બાબતે હત્યાની ઘટના અમદાવાદનાં (Ahmedabad) સૈજપૂર બોઘા (Saijpur Bogha) વિસ્તારમાં સામે આવી છે. સૈજપૂર બોઘામાં પશુ સાથે વાહન અથડાવવા જેવી નજીવી બાબતે એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાને લઈને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં (Krishnanagar Police Station) 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવની વિગત મુજબ સૈજપુર બોઘામાં રહેતો યુવક જગદીશ ચુનારા રાત્રિ દરમિયાન એક્ટિવા પર જઈ રહ્યો હતો. તે દરમિયાન સૈજપુર ભઠ્ઠામાં રાધેશ્યામ ચાલીની અંદર એક્ટિવા ચલાવતા સમયે અચાનક તેની એક્ટિવા આગળ બકરી આવી હતી. જેના કારણે બકરીને ટક્કર વાગતા તેને ઈજા પહોંચી હતી. આ ઘટનાની જાણ આરોપી દશરથ ચુનારા અને તેના પુત્રને થતાં તેઓ ઘરેથી બહાર આવ્યા હતા અને જગદીશને અભદ્રા ગાળો બોલવા લાગ્યા હતા. જે બાબતે જગદીશ ગાળ બોલાવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાયા હતા અને જગદીશ પર લોખંડ અને લાકડીને લઈ તૂટી પડ્યા હતા. જ્યાં જગદીશને માથાના ભાગે લોખંડની પાઈપ વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે લોહીલુહાણ હાલતમાં જમીન ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે બૂમાબૂમ થતાં આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત પડેલા જગદીશને તાત્કાલિક સારવાર માટે એમ્બયુલેન્સ મારફતે અસારવાની સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જગદીશને મૃત જાહેર કર્યો હતો.

- Advertisement -

ઘટનાની જાણ મૃતક જગદીશના પરિવારજનોને થતાં તેઓ પણ અસારવા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ મામલે મૃતકના પરિવારે 5 આરોપીઓ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા તપાસ હાથધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular