Sunday, April 19, 2026
HomeGujaratRajkotરાજકોટઃ ટ્રકની પાછળ ફોર્ચ્યુનર કાર ઘુસીને ફસાઈ ગઈ, 3 કિમી સુધી કાર...

રાજકોટઃ ટ્રકની પાછળ ફોર્ચ્યુનર કાર ઘુસીને ફસાઈ ગઈ, 3 કિમી સુધી કાર ઢસડાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot News: રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બે ઘટના સામે આવી છે. જેમાં બે લોકોના અકસ્માતમાં (Accident) મૃત્યુ થયા છે. રાજકોટ-જામનગર હાઈવે (Rajkot- Jamnagar Highway) પર ગઈકાલે રાત્રિના સમયે એક ફોર્ચ્યુનર કાર (Fortuner car) ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી ગઈ હતી. ટ્રક સાથે કાર અથડાતા જ કારના આગળના ભાગનો ભુક્કો થઈ ગયો હતો. જોકે અકસ્માત બાદ કાર ટ્રક પાછળ ફસાઈ જતાં 3 કિમી સુધી કાર ટ્રક સાથે ઢસડાઈ પણ હતી. આ બનાવમાં કાર ચાલક યુવાનનું મોત નિપજ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસરા, રાજકોટ-જામનગર હાઈવે પર તરઘડી નજીક એક ફોર્ચ્યુનર કાર ટ્રકની પાછળ ધુસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલક પુષ્પરાજસિંહ જાડેજા નામનો યુવકનું મોત નિપજ્યું હતું. ટ્રકમાં પાછળથી કાર અથડાઈ હોવાની જાણ ટ્રક ચાલકને ન હોવાથી 3 કિમી સુધી કાર પાછળ ઢસડાઈ હતી. જે બાદ ટ્રક ચાલકને જાણ થતાં ટ્રકને રોકી હતી અને 108ને જાણ કરી હતી. 108ના સ્ટાફે આવીને યુવકની તપાસ કરતાં યુવકને મૃત જાહેર કર્યો હતો.

- Advertisement -

આ ઘટના અંગે પરિવારને જાણ કરવામાં આવતા પરિવારજનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલામાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક પુષ્પરાજસિંહ જાડેજા રાજકોટના વાવડી ગામમાં રહેતો હતો અને નોકઆઉટ ગેમ ઝોન ચલાવતો હતો. પુષ્પરાજસિંહ કાર લઈને રાજકોટથી જામનગર હાઈવે પર હોટલમાં નાસ્તો કરવા માટે જઈ રહ્યો હતો. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. પરિવારમાં ત્રણ બહેનો વચ્ચે એકના એક ભાઈનું મોત નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

બીજા બનાવમાં રાજકોટના પડધરી તાલુકાના ખામટા ગામમાં રહેતા દિનેશ ડોબરિયા ખામટા ગામેથી બાઈક લઈને પડધરી જતાં હતા. આ દરમિયાન દેવાળિયા ગામના પાટિયા પાસે પહોંચતા રોંગ સાઈડમાંથી પૂરઝડપે આવતી કારે બાઈકને અડફેટે લીધું હતું. કારની ટક્કરથી દિનેશભાઈ ફંગોળાયાની રસ્તા પર પટકાયા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં આસપાસના લોકો એકઠા થતાં 108ને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત દિનેશભાઈને પડધરીની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular