Thursday, June 4, 2026
HomeGujaratAhmedabad'ગાડી મેરે બાપ કી હૈ, પર રોડ નહીં' લખેલું પાટીયું પકડાવીને ઉઠક-બેઠક...

‘ગાડી મેરે બાપ કી હૈ, પર રોડ નહીં’ લખેલું પાટીયું પકડાવીને ઉઠક-બેઠક કરાવી, કાર સ્ટંટ કરતા નબીરાના જાહેરમાં થયા આવા હાલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં (Ahmedabad) આવેલો સિંધુભવન રોડ યુવાનો માટે મોજશોખ કરવાનું સ્થળ બની ગયું છે. સિંધુભવન રોડ પર દિવસ હોય કે રાત અહિંયા યુવાનો અને યુવતીઓનો મેળાવડો કાયમ જોવા મળતો હોય છે. તેવામાં આ રોડ પર પૈસાદાર ઘરના નબીરાઓ રોફ જમાવવા માટે કાર અથવા બાઈકમાં સ્ટંટ (Bike Stunt) પણ કરતાં હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. નબીરાઓ આ રોડ પર સ્ટંટ (Stunt on Road) કરીને રાહદારીઓનો જીવ જોખમમાં મુકતાં હોય છે. સાથે જ સ્ટંટના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુકીને રોફ જમાવતા હોય છે. ત્યારે આવા નબીરાઓની શાન ઠેકાળે લાવવા માટે પોલીસે (Ahmedabad Police) નવરત પ્રયોગ ચાલુ કર્યો છે.

Ahmedabad Police Car Stunt
Ahmedabad Police Car Stunt

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના સિંધુભવન રોડ પર કારમાં સ્ટંટ કરતાં હોવાની એક ઘટના સામે આવી છે. ગત ફેબ્રુઆરી મહિનામાં સિંધુભવન રોડ પર કેટલીક કારમાં નબીરાઓ સ્ટંટ કરતાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. નબીરાઓ રૂપિયાનો રૂઆબ દેખાડવા માટે મોંધીદાટ કારમાં સ્ટંટ કરી રહ્યા હતા. આ વાયરલ વીડિયો અંગે સરખેજ પોલીસે તપાસ શરૂ કરીને ચાર નબીરાઓની ધરપકડ કરી છે.

- Advertisement -

નબીરાઓ સિંધુભવન રોડ પર કાચ ખોલીને લાઉડસ્પીકર પર ગીતો વગાડતા કારમાં સ્ટંટ કરી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થતાં સરખેજ પોલીસ હરકતમાં આવીને તાબડતોબ નબીરાઓ વીરુદ્ધમાં ફરિયાદ નોંધીને ત્રણ નબીરાને ઝડપી પાડ્યા હતા. સાથે જ જે કારમાં સ્ટંટ કરતાં હતા તે કારને પણ જપ્ત લીધી હતી. સમગ્ર મામલોની તપાસ સરખેજ પોલીસ કરી રહી હતી. ત્યારે સરખેજ પોલીસે આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ બનાવમાં મુખ્ય આરોપી જુનેદ મિર્ઝાની ધરપકડ કરી છે.

સરખેજ પોલીસે મુખ્ય આરોપી જુનૈદ મિર્ઝાને સિંધુભવન રોડ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સાથે જ જુનેદની મર્સિડીસ કાર આગળ જ ઊભો રાખીને હાથમાં પાટીયું પકડાયું હતું, જેમાં લખાણ લખ્યું હતું કે, ‘ગાડી મેરે બાપ કી હૈ, પર રોડ નહીં.’ સાથે જ પોલીસકર્મીએ જુનેદની શાન ઠેકાણે લાવવા માટે સ્થળ પર જ ઉઠક-બેઠક કરાવી હતી. આ કેસમાં કારમાં સ્ટંટ કરનારા તમામ નબીરા જુહાપુરાના રહેવાસી છે. પોલીસે ધરપકડ કરેલા નબીરાઓના નામ જુનૈદ મિર્ઝા, આસીફ અલી, આઝીમ શેખ, સમીર ખાન અને શાહ નવાઝ શેખ છે. આ તમામ નબીરાઓ પાંચથી છ કારમાં સિંધભવન રોડ સ્ટંટ કરતાં હતા. જેને લઈને પોલીસે તમામ નબીરાઓને કાયદાનો પાઠ ભણાવ્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular