નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot News : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આયુર્વેદિક સિરપના નામે નશીલા સિરપનું ધુમ વેચાણ થઈ રહ્યું છે. જે અંગે પોલીસે અગાઉ કાર્યવાહી પણ કરી છે. ત્યારે આજે રાજકોટ ક્રાઈમ બ્રાંચે (Rajkot Crime Branch) 5 ટ્રક ભરેલી આયુર્વેદિક સિરપનો (ayurvedic syrup) જથ્થો ઝડપી પાડ્યો છે. આટલી મોટી સંખ્યામાં સિરપનો જથ્થો કોણે મગાવ્યો હતો અને ક્યાં મોકવાનો હતો તે દિશામાં રાજકોટ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમને શહેરમાં આયુર્વેદિક સિરપનો મોટો જથ્થો આવ્યો હોવાની જાણકારી મળી હતી. આ માહિતી મુજબ ક્રાઈમ બ્રાંચની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 5 ટ્રકોને ઝડપી પાડી હતી. જેમાં આયુર્વેદિક સિરપનો જંગી જથ્થો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે પાંચ ટ્રકમાંથી 73,275 સિરપ ઝડપી પાડી છે. જેની કિંમત રૂપિયા 73 લાખ જેટલી થાય છે. ક્રાઈમ બ્રાંચની ટીમે આ સિરપના જથ્થા અંગે જાણવાજોગ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ FSL ટીમને પણ જાણ કરીને સિરપમાં માદક દ્રવ્ય છે કે નહીં તે જાણવા માટે સિરપના સેમ્પલ લઈ પૃથકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલી પાંચ ટ્રકમાં સિરપનો જથ્થો રાજકોટ ગ્રામ્યના શાપરમાંથી ભરવામાં આવ્યો હતો. હાલ પોલીસે આયુર્વેદિક સિરપના જથ્થાને કબ્જે કર્યો છે. સાથે જ આટલો મોટો જથ્થો કોને અને ક્યાં મોકલવાનો હતો, તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. સિરપ અંગેનો FSLનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ વિધિવત ગુનો દાખલ કરશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આયુર્વેદિક સિરપના નામે નશાનો કારોબાર ચાલી રહ્યો છે. આ પ્રકારની સિરપ ડોક્ટરના લખાણ વગર જ મોટા ભાગના પાનના ગલ્લા પર મળતી હોય છે. આ આયુર્વેદિક સિરપના નામે વેચાતી બોટલમાં 11 ટકા જેટલા આલ્કોહોલનું પ્રમાણ હોવાથી નશાખોરો આ સિરપનું શેવન મોટાપાયે કરતાં હોય છે. આ પ્રથમ કેસ નથી કે આયુર્વેદિક સિરપનો જથ્થો ઝડપાયો હોય. અગાઉ સૌરાષ્ટ્રમાંથી સિરપના નામે વેચાતી બોટલોનો જંગી જથ્થો અનેકવાર ઝડપાઈ ચુક્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








