Thursday, April 16, 2026
HomeGujaratઝાલોદમાં બેફામગતિએ દોડી રહેલી કાર પલટી ખાતા 2ના મોત, ત્રણને ગંભીર ઈજા

ઝાલોદમાં બેફામગતિએ દોડી રહેલી કાર પલટી ખાતા 2ના મોત, ત્રણને ગંભીર ઈજા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. દાહોદ: Dahod Accident : કેટલીક વાર વાહન ચાલવતી વખતે ઝડપની મજા મોતની સજા બનતી હોય છે. હાઈવે પર વાહન ચાલકો ઓવરસ્પિડિંગના કારણે પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમ મૂક્તા હોય છે. ત્યારે વધુ એકવાર કાર ચાલકની બેફામ ઝડપ મૃત્યુનું કારણ બની છે. ગતરોજ ઝાલોદના (Jhalod) હાઈવે પર રાત્રિ દરમિયાન પૂરઝડપે હાઈવે પર દોડી રહેલી કાર પલટી ખાઈ જતા કારને અકસ્માત (Car Accident) નડ્યો હતો. જેમાં કારમાં પાંચ લોકો સવાર હતા. જેમાંથી બે વ્યક્તિના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા અને અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા ઝાલોદની રેફરલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ ઝાલોદ પોલીસને (Jhalod Police) થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકોને કારમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ઝાલોદની હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

બનાવની વિગતો મુજબ, ઝાલોદના હાઈવે પરથી એક ઈનોવા કારમાં પાંચ મિત્રો ગઈકાલે રાત્રે 11 વાગ્યાના અરસામાં દાહોદ જઈ રહ્યા હતા. જેમાં કારચાલક પૂરઝડપે કાર દોડવી રહ્યો હતો, તે દરમિયાન માછળનાળા પાસે કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ હાઈવે પર દૂર સુધી ઢસડાઈ હતી. જેના કારણે કારમાં સવાર અંશુલ શેહબાઝ અને ધર્મેન્દ્ર લખારા નામના યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે હાઈવે પર ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એમ્બુયલેન્સ મારફતે દાહોદાની ખાનગી હોસ્પિટલ મોકલી આપ્યા હતા. તેમજ લોકોએ ઘટનાની જાણ પોલીસને કરતા ઝાલોદ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે દાહોદની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

- Advertisement -

પોલીસે મૃતદેહની ઓળખ કરી ઘટનાની જાણ મૃતકોના પરિવારને કરતા તેઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જુવાનજોઘ બાળકોના આકસ્મિક મોતથી પરિવારમાં માતમ છવાયો હતો. આ મામલે ઝાલોદ પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular