નવજીવન ન્યૂઝ.નડિયાદઃ આણંદમાં મનપા ચૂંટણીને લઈને એક અનોખી સ્થિતિ સામે આવી છે. કોંગ્રેસના ઉમેદવાર હર્ષિલ લંડનવાળાએ ચૂંટણી લડવા માટે પૂરતા નાણાં ન હોવાનો મુદ્દો સામે આવતા તેમણે મતદારો પાસેથી જ ફંડ એકત્ર કરવાની પહેલ કરી છે. ઉલ્લેખનીય છે કે નેતાઓ ચૂંટણી ટાંણે અવનવા આઈડિયા અપનાવતા હોય છે જેથી તે લાઈમ લાઈટમાં ગોઠવાઈ જાય. આવી જ એક તરકીબ આ નેતાએ પણ લગાવી છે.
₹1 દાનની અપીલ
હર્ષિલ લંડનવાળાએ મતદારોને અપીલ કરી છે કે દરેક વ્યક્તિ માત્ર એક રૂપિયો દાન આપે. તેમના જણાવ્યા મુજબ આ રીતે લોકોના સહકારથી ચૂંટણી લડવાની યોજના છે.
ચર્ચાનો વિષય બન્યો મુદ્દો
આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. કેટલાક લોકો આને સામાન્ય માણસની લડત તરીકે જોઈ રહ્યા છે, જ્યારે કેટલાક લોકો આને લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે.
આર્થિક સંકટ કે સ્ટંટ?
હર્ષિલ લંડનવાળાની આ પહેલને લઈને પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે શું તેઓ ખરેખર આર્થિક સંકટમાં છે કે પછી આ માત્ર એક રાજકીય સ્ટ્રેટેજી છે








