Wednesday, April 22, 2026
HomeGujaratRajkotરાજકોટના પડધરીમાં કૂવામાંથી મળી આવ્યું નવજાત બાળક, પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

રાજકોટના પડધરીમાં કૂવામાંથી મળી આવ્યું નવજાત બાળક, પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટના પડધરી ખાતે ઉકરડા ગામની એક વાડીમાં આવેલા કૂવામાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ગામમાં ખળભળાટ મચી ગયો છે. ગતરોજ બપોરે પાંચ વાગ્યાના અરસામાં વાડીનો માલિક કૂવા પાસે આવ્યો હતો, તે દરમિયાન તેણે કૂવામાં નવજાત બાળકનો મૃતદેહ જોતા તેણે આ બાબાતે તાત્કાલિક ફાયર વિભાગને અને પોલીસને જાણ કરી હતી. ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને નવજાત મૃત બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. ઘટનાની જાણ પડધરી પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેમજ મૃત બાળકને ફોરેન્સિક પોસ્ટમાર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં 16 વર્ષીય સગીરાનું નવજાત બાળક હોવાનું સામે આવ્યું છે. બાળક જન્મતા સગીરા અને તેના પરિવારજનોએ બાળકને કૂવામાં ફેકી દીધું હોવાનું તપાસમાં ખૂલ્યૂં છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સગીરા દાહોદના સંતરામપુરની વતની છે. જ્યાં તેના જ વિસ્તારમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. ત્યારબાદ બંનેએ શારિરીક સબંધો બાંધ્યા હતા. જેના કારણે સગીરાને ગર્ભ રહી જતા ગર્ભવતી બની હતી. જોકે સગીરાના ગર્ભવતી હોવાની જાણ તેના માત-પિતાને થતાં તેઓએ સગીરા ઘરેથી કાઢી મૂકી હતી. ત્યારબાદ સગીરા પોતાના ભાઈ અને ભાભી પાસે પડધરી આવી ગઈ હતી. જ્યાં બાળકીએ ગર્ભપાત માટે ગોળીઓ પણ ખાધી હતી. તે દરમિયાન સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. જોકે સગીરા અને પરિવારજનો બાળક રાખવા માગતા ન હતા, જેના પગલે તેમણે ગામમાં આવેલી સુરેશ પટેલની વાડીના કૂવામાં બાળકને ફેંકી ફરાર થઈ ગયા હતા. સુરેશ પટેલ કૂવા પાસે જોતા નવજાત બાળકોનો મૃતદેહ કૂવામાં તરતો હતો. આ અંગે તેમણે ફાયર વિભાગને જાણ કરતા ફાયર જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને નવજાત બાળકને બહાર કાઢી પડધરી પોલીસને જાણ કરતા પોલીસ પણ બનાવસ્થળે દોડી આવી હતી અને બાળકને ફોરેન્સિક પોસ્ટમાર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. પોલીસે આ બાળક કોનું છે અને કેવી રીતે કૂવામાં આવ્યો તે દિશામાં તપાસ હાથધરી હતી.

- Advertisement -

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પડધરીમાં મજૂરી કરતા એક શ્રમિક દંપતી સાથે રહેતી સગીરાનું આ બાળક હતું. જેમાં સગીરા અને પરિવારજનોએ બાળકને કૂવામાં ફેંકી દીધું હતું. જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે તે જીવિત હતું કે મૃત હતું તેની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. જો જીવતા બાળકને કૂવામાં નાખ્યું હશે સગીરા સહિત પરિવારજનો સામે હત્યા સહિતનો ગુનો નોંધાઈ શકે છે. હાલ પોલીસે સગીરાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આ અંગે પડધરીના પોલીસ સબ ઈન્સ્પેકટર એચ. એસ. યાદવ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, પડધરીના ઉકરડા ગામના એક વાડીના કૂવામાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. જેમાં પોલીસે તપાસમાં બાળક સગીરાનું હોવાનું સામે આવ્યું છે. દાહોદની સગીરાએ તેના જ વિસ્તારમાં રહેતા યુવક સાથે શારિરીક સબંધ બાંધ્યા હતા, જેની જાણ સગીરાની માતને થઈ જતા તેઓએ સગીરાને ઘરેથી કાઢી મૂકી હતી. ત્યારબાદ સગીરા પડધરી ભાઈ-ભાભીની ત્યાં આવી ગઈ હતી. સગીરા ગર્ભપાત માટે ગોળી પણ ખાધી હોવાનું સામે આવ્યું છે. હાલ સગીરાની અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular