નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Rain in Ahmedabad : ગુજરાતમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે અને વિધિવત રીતે ચોમાસાની (Monsoon 2023) શરૂઆત થઈ ચૂકી છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આજે મેઘરાજાની અમદાવાદમાં (Ahmedabad) ધામકેદાર એન્ટ્રી જોવા મળી છે, જેને લઈ ભારે ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી છે. વરસાદના (Varsad) લીધે વાતવરણમાં ઠંડક પ્રસરી છે. આ વખતે બિપોરેજોય વાવઝોડાના કારણે ગુજરાતમાં ચોમાસું મોડું પડ્યું હોવાનું હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યા છે.
અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વાતવરણ વાદળછાયુ જોવા મળ્યું હતું અને કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો હતો. ત્યાર બાદ બપોરે 2 વાગ્યાની આસપાસ મેઘરાજાની ધામકેદાર એન્ટ્રી જોવા મળી હતી. સતત ધોધમાર વરસાદ વરસાવાની શરૂઆત થતાં અમદાવાદના નિચાણવાળા વિસ્તારોમાં દર વખતની જેમ આ વખતે પાણી ભરવવાની સમસ્યા જોવા મળી રહી છે. અમદાવાદના એસ. જી. હાઈવે, બોડકદેવ, સેટેલાઈટ, આશ્રમ રોડ, પાલડી, નવરંગપુરા, નારાયણ પુરા, વાડજ, મણિનગર, રામોલ, વટવા ,દાણીલીમડા, ઓઢવ, નિકોલ, નરોડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ પર વિઝિબિલીટી પણ ઘટી છે. જેને પગલે વાહનચાલકોને વાહન ચાલવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. ત્યારે બીજી તરફ ધોધમાર વરસાદના પગલે લોકોને વરસાદમાં ભીંજાવવાની નોબત આવી છે.
હવામાન વિભાગ દ્વારા 30 જૂન સુધી ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે આજે અમદાવાદમાં પણ સવારમાં બફારા બાદ બપોરે મેઘરાજાનું આગમન થયું છે. તેમજ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યાનું નિર્માણ થતા લોકો પણ હાલાકીમાં મુકાયા છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદને લઈ કેવા પ્રકારની પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી છે, તે હવે જોવું રહ્યું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








