Wednesday, April 29, 2026
HomeGujaratSuratશારજાહથી સુરત સોનાની કેપ્સ્યુલ લઈને આવેલા બે મુસાફરો ઝડપાયા

શારજાહથી સુરત સોનાની કેપ્સ્યુલ લઈને આવેલા બે મુસાફરો ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતને (Surat) ડાયમંડ સીટી તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે આ ડાયમંડ સીટીનું એરપોર્ટ હવે દાણ ચોરીનું હબ બની રહ્યું હોય તે પ્રકારના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. આવો જ સોનાની દાણ ચોરીનો (Gold smuggling) વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરત એરપોર્ટ (Surat Airport) પર એક મહિલા પાસેથી લાખો રૂપિયાનું સોનું મળી આવ્યું છે. મહિલા અને પુરુષ શરીરમાં કેપ્સ્યુલમાં છુપાવીને સોનાની દાણ ચોરીને અંજામ આપી રહી હતી, પરંતું એરપોર્ટ પરના DRIના અધિકારીઓએ આ બંનેના મનસુબા પર પાણી ફેરવીને તેને ઝડપી પડ્યા હતા.

સુરત એરપોર્ટ પર DRI અધિકારીઓને માહિતી મળી હતી કે, શારજાહથી સુરત આવતી ફ્લાઈટમાં એક મહિલા અને પુરુષ સોનાની દાણ ચોરીને અંજામ આપી રહ્યા છે. માહિતીના આધારે DRI અધિકારીઓ શારજાહની ફ્લાઈટ આવતા શંકાસ્પદ મુસાફરોની હિલચાલ પર નજર રાખીને બેઠા હતા. આ દરમિયાન સુરત એરપોર્ટ પર ઉતરેલી મહિલા મુસાફર યાસ્મીન ફાટીવાલા તથા ઇંમ્તિયાઝ રજબની શંકાસ્પદ જણાતા તેમને અટકાવીને તલાસી લેવામાં આવી હતી.

- Advertisement -

સુરત એરપોર્ટના DRI અધિકારીઓએ યાસ્મીન ફાટીવાલા તથા ઇંમ્તિયાઝ રજબની તલાસી લેતા તેમના ગુદાના ભાગેથી કાળા કલરની કેપ્સ્યુલ મળી આવી હતી. આ કેપ્સ્યુલની ચકાસણી કરવામાં આવતા તેમાં લિક્વિડ ફોર્મમાં સોનાને છુપાવીને રાખ્યું હોવાનું સામે આવ્યું હતું. સુરત એરપોર્ટ પરથી ઝડપાયેલી બે કેપ્સ્યુલમાં 800 ગ્રામ સોનું છુપાવેલું હતું. જેની અંદાજીત બજાર કિંમત રૂપિયા 49 લાખ જેટલી થાય છે. DRI અધિકારીઓએ પકડેલા બંને મુસાફરો કેરિયર તરીકે સોનાની દાણ ચોરી કરતાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે આ સોનું કોને આપવાનું હતું અને કોણે મોકલાવ્યું હતું તેને લઈને વધુ પુછપરછ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ અને સોનાની દાણ ચોરીમાં એરપોર્ટ પર પોલીસ અને અધિકારીઓને ચકમો આપવા માટે કેરિયર તરીકે કામ કરતાં લોકો કેપ્સ્યુલને શરીરના ભાગ છુપાવી દેતા હોય છે. ત્યારબાદ ડિલિવરીના સ્થળ પર પહોંચીને તેને બહાર કાઢી લેતા હોય છે. જ્યારે બીજી રીતમાં કેરીયર આ પ્રકારની કેપ્સ્યુલોને મોઢાના ભાગથી ગળી લેતા હોય છે. ત્યારબાદ જે તે સ્થળ પર પહોંચીને શૈચક્રિયા કરીને કેપ્સ્યુલને બહાર કાઢી લેતા હોય છે. જોકે આ પ્રકારની ઘટનાને અંજામ આપવાનું જોખમી પણ હોય છે. કારણ કે શરીરની અંદર કેપ્સ્યુલ ઓગળી કે ફાટી જાય તો મોત પણ થઈ શકે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular