Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadભગવાન જગન્નાથની 146મી રથયાત્રામાં અમદાવાદ હિલોડે ચડ્યું, નવા રથમાં નગરચર્યાએ નિકળ્યા જગતના...

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રામાં અમદાવાદ હિલોડે ચડ્યું, નવા રથમાં નગરચર્યાએ નિકળ્યા જગતના નાથ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Rath Yatra Live Updates: અમદાવાદમાં આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી છે. પુરીની રથયાત્રા બાદ દેશમાં સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા અમદાવાદમાં નિકળે છે. ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા ભક્તોને આશીર્વાદ આપવા નગરચર્યાએ નીકળ્યા છે. 72 વર્ષ બાદ આ વખતે ભગવાન નવા રથમાં બિરાજમાન થઈને નગર ચર્યાએ નિકળ્યા છે.

rath yatra Ahmedabad
rath yatra Ahmedabad

જગન્નાથની 146મી રથયાત્રાનો પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધી કરીને કરાવામાં આવ્યો હતો. આ વિધી પરંપરા મુજબ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે. પહિંદ વિધીની પરંપરા પ્રમાણે નગરના રાજાના હસ્તે પહિંદ વિધી કરવામાં આવતી હોય છે. પરંતું આપણે ત્યાં લોકશાહીને પગલે રાજાશાહી નથી રહી. જેના કારણએ રાજ્યના મુખ્યમંત્રીને જ રાજા ગણીને આ પરંપરા મુજબ તેમના હાથે પહિંદ વિધી કરવામાં આવે છે. પહિંદ વિધી સોનાની સાવરણીથી કરવામાં આવે છે. પહિંદ વિધિ કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં 146મી રથયાત્રાના અવસરે પહિંદ વિધિ કરીને ભગવાન જગન્નાથની રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ દિવ્ય વાતાવરણ ભક્તિ, આસ્થા અને આનંદના સંગમ સમું બની રહ્યું છે.

- Advertisement -

હાલ આ સમાચાર લખાઈ રહ્યા છે. ત્યારે રથયાત્રા AMCથી ખાડિયા તરફના રસ્તાઓ પર પસાર થઈ રહી છે. જ્યારે ગજરાજનું સરસપુરમાં આગમન થઈ ચૂક્યું છે. ભગવાનના મોસાળમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. બીજી તરફ ભગવાનના મોસાળમાં ભાણેજને આવકારવા માટે મહિલાઓ ભજનની રમઝટ બોલાવી રહી છે. ખાડિયા વિસ્તારમાં રથયાત્રાને નિહાળવા માટે લોકો ધાબાની અગાસીઓ અને રોડની બંને બાજુએ લાઈન બંધ ગોઠવાયેલા નજરે પડ્યા હતા. ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન અખાડામાં યુવાનોના કરતવો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. હાલ રથયાત્રા ખાડિયા થઈને સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થશે. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયેલો છે. સાથે જ કેમેરા દ્વારા પણ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular