નવજીવન ન્યૂઝ. વલસાડઃ Vapi ACB Trap : વાપીમાં (Vapi) ‘વાડ જ ચિભડા ગળે’ તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કારણ કે ગામના લોકોએ ગામનું ભલું કરવા માટે જે મહિલા પર વિશ્વાસ કરીને સરપંચ બનાવી હતી. તે જ મહિલા સરપંચ લોકો પાસે તોડ કરતી હોવાની ઘટના સામે આવી છે. મહિલા સરપંચને કાયદાનો પાઠ ભણાવા માટે એક વ્યક્તિએ ACBને જાણ કરતાં મહિલાની કટકીનો પર્દાફાશ થયો છે. મહિલા સરપંચ (Woman Sarpanch) એક લાખ રૂપિયાની લાંચ (Bribe) લેવા જતાં ACB ના હાથે ઝડપાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ફરીયાદીએ વાપી તાલુકાના ચંડોર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા હનુમંત રેસીડેન્સીમાં ફ્લેટ્સ રાખ્યા હતા. જે ફ્લેટ્સની આકારણી કરવા માટે ચંડોર ગ્રામ પંચાયતના સંરપચ મયુરી પટેલના કહેવાથી મુકેશ પટેલ (સરપંચનો પતિ)એ ફરીયાદી પાસેથી રૂપિયા અઢી લાખની માગણી કરી હતી. પરંતું ફરિયાદી હાલ રૂપિયા 1 લાખની જ વ્યવસ્થા હોવાના કારણે બાકીની રકમ પછીથી આપવા માટે જણાવ્યું હતું.
ફરિયાદી લાંચની રકમ આપવા માગતો ન હોવાથી સમગ્ર બાબતની જાણ ACBને કરીને ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે ACBના વલસાડ અને ડાંગ ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે. આર. સક્સેના દ્વારા સુરત-મુંબઇ નેશનલ હાઈવે 48ની બાજુમાં આવેલા શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાના પાર્કિગમાં લાંચનું છટકુ ગોઠવ્યું હતું. આ દરમિયાન સરપંચનો પતિ મુકેશ લાંચની રકમ લેવા આવ્યો હતો અને ફરિયાદી પાસેથી રૂપિયા એક લાખ સ્વીકાર્યા હતા. જે અંગે મહિલા સરપંચે પતિ સાથે ટેલીફોનીક ચર્ચા કરીને સહમતી આપી હતી. મહિલા સરપંચ અને તેના પતિ બંને એકબીજાની મદદ કરીને લાંચ લેવા જતાં ACBએ બંને આરોપીને ઝડપી પાડ્યા છે.
Tag : Valsad News, Vapi ACB Trap Today,
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








