નવજીવન ન્યૂઝ. સુરત: Surat News: બદલાતા જમાનાની સાથે ગુનેગારોની ગુનાહિત પ્રવૃતિઓ કરવાની પદ્ધતિ પણ બદલાઈ છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં છેંતરિંપડી, બ્લેકમેલિંગ અને હનીટ્રેપની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. આજના સમયમાં સોશિયલ મિડિયાના જેટલા ફાયદા છે, તેટલા જ ગેરફાયદાઓ પણ છે. કેટલાક આરોપી યુવતીઓ નામે એકાઉન્ટ બનાવી ફોટા અપલોડ કરી લોકોને પોતાની માયાજાળમા ફસાવી હનીટ્રેપનો શિકાર બનાવતા હોય છે, ત્યારે સુરત પોલીસે (Surat Police) વધુ એક હનીટ્રેપ કરતી ગેંગનો પર્દાફાશ (Honey-trap gang busted) કરી લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે 3 મહિલા સહિત 11 આરોપીઓની ધરપકડ કરી છે.
બનાવની વિગતો મુજબ, ફરિયાદીએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા મારફતે યુવતી સાથે મિત્રતા કેળવી હતી. યુવતીએ ફરિયાદીને કામરેજ ગામ રિદ્ધિ એપાર્ટમેન્ટ પાછળ આવેલા મકાનમાં મળવા બોલાવ્યો હતો. યુવતીએ જણાવેલા સ્થળે ફરિયાદી પહોંચ્યો હતો અને યુવતી અને ફરિયાદી રૂમમાં બેઠા હતા. તે સમયે યુવતીના અન્ય સાગિરતો રૂમમાં ઘૂસી આવ્યા હતા. ફરિયાદીને માર મારી પૈસાની માગણી કરી હતી, પૈસા નહીં આપે તો ખોટા રેપના કેસમાં ફસાવી દેવાની સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી ફરિયાદીએ ગભરાઈને એક લાખ રૂપિયા ફોન પેથી આરોપીઓના એકાઉન્ટ ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ બ્લેકમેલિંગની શરૂઆત કરી વધુ પૈસાની માગણી કરતા આ મામલે ફરિયાદીએ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
હનીટ્રેપની ઘટના સામે આવતા કામરેજ પોલીસે ગંભીરતા પારખી તપાસ હાથધરી હતી. આ દરમિયાન કામરેજ પોલીસને બાતમી મળી હતી કે, લોકોને હનીટ્રેપમાં ફસાવનારી ટોળકી નનસાડ રોડ હંસ પેટ્રોલ પંપ પાસે ઉભી છે અને કોઈ ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. જે બાતમીના અધારે કામરેજ પોલીસે બાતમીવાળા સ્થળ પર ત્રાટકી 3 મહિલા અને 8 પુરુષો મળી 11 આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરી હતી.
પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં આરોપીઓ યુવતીઓના નામે ફેસબુક પર આઈ ડી બનાવી યુવકો સાથે મિત્રતા કેળવતા હતા. ત્યાર બાદ મેસેજ પર વાતચીત કર્યા બાદ યુવકને મળવા બોલવતા હતા. પ્લાનિંગ મુજબ યુવતી યુવક સાથે રૂમ જાય, ત્યારે હનીટ્રેપ કરતી ગેંગના અન્ય સાગરિતો યુવતીના ભાઈ અને બહેન તેમજ નણંદ તરીકેની ઓળખ આપી યુવકને ઢોર માર મારી પૈસાની માગણી કરતા હતા. જોકે યુવક પૈસા આપવાની ના પાડે તો, રેપના ખોટા કેસમાં ફસાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. હાલ કામરેજ પોલીસે હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અવાર-નવાર સાયબર સેલ દ્વારા યુવતીઓના ફેક એકાઉન્ટથી આવતી રિકવેસ્ટથી દૂર રહેવા લોકોને જાગૃત કરવામાં આવતા હોય છે. જો તમે અજાણી યુવતી સાથે મિત્રતા કરી તો કેટલાક ગઠિયાઓ તમને હનીટ્રેપનો શિકાર બનાવી બ્લેકમેલિંગ કરતા હોય છે. જેને લઈ યુવક આર્થિકો રીતે કંગાળ થઈ જતા હોય છે અથવા તો આપઘાત કરી લેતા હોય છે.
Tag: Surat Honey Trap Case, Surat Crime News in Gujarati
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








