નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Cyclone Biparjoy Live Updates : ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને (Biparjoy Cyclone) લઈ તંત્રએ તમામ દરિયાઈ વિસ્તારોને એલર્ટ કરી દીધા છે. બિપોરજોય વાવાઝોડું ગુજરાતથી 640 કિલોમીટર દૂર છે. એક-બે દિવસની અંદર બિપોરજોયની ગુજરાતમાં (gujarat cyclone) એન્ટ્રી થવાની સંભાવના છે. જેને જોતા દરિયામાં આ દિવસોમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા અને પ્રવાસીઓને દરિયાકિનારા નજીક ન જવા ખાસ સૂચનો કરવામાં આવ્યા છે. જુદા-જુદા દરિયામાં સિંગ્નલ 1 અને 2 લાગવી દેવામાં આવ્યું છે. બિપોરજોયની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે દેખાઈ રહી છે. જેને લઈ સૌરાષ્ટ્રના દરિયા ગાંડોતૂર બન્યા છે.
બિપોરજોય વાવાઝોડું 9 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે અગાળ વધી રહ્યું છે. ગુજરાત તરફ આગળ વધતાં વાવાઝોડાનું જોર વધવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. સંભવિત વાવઝોડાને પગલે દરિયા કિનારાના વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત અત્યારથી ખડકી દેવામાં આવ્યો છે. તેમજ NDRFની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. ખાસ કરીને દરિયાથી અડીને આવેલા વિસ્તારો છે, ત્યાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વલસાડના મોટીદાત ગામ પાસે દરિયો તોફાની બન્યો છે. ભારે કરંટના કારણે દરિયાનું પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
આ વર્ષે અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડાના કારણે ગુજરાતમાં હળવો અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દરિયા કિનારાના વિસ્તારોમાં આ વાવાઝોડાની અસર વધારે શવની આશંકા છે. થોડા વર્ષે પહેલા ગુજરાતમાં તાઉતે વાવઝોડાએ ભારે તારાજી સર્જી હતી, જેના કારણે સૌરાષ્ટ્ર બાજુના દરિયાકિનારા પર આવેલા રહેણાંક વિસ્તારોમાં ભારે નુકશાન સર્જાયું હતું. હાલ અરબી સમુદ્રમાંથી સક્રિય બનેલું બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ કરશે તો ભારે નુકશાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
Tag: biporjoy live tracking, biporjoy cyclone news
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796