નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat mass suicide case: સુરતમાં (Surat) બે દિવસ પહેલા રત્ન કલાકારના પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને સામુહિક આપધાત (Mass Suicide) કરી લીધો હતો. પિતા, માતા, પુત્ર અને પુત્રીએ ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવી દીધું હતું. આ બનાવ બનતા એક દિકરો અને મોટી દીકરીએ પરિવારને ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે આજે આ પરિવારની મોટી દીકરીએ પણ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો : સુરતમાં એવું તો શું બન્યું કે પરિવારે સામૂહિક આત્માહત્યાનું પગલું ભર્યું
ગત ગુરુવારે સુરતના વિજયનગર વિસ્તારમાં રહેતા વિનુભાઈ મોરડિયા, તેમની પત્ની શારદાબેન, પુત્ર ક્રિશ અને પુત્રી ટીનાએ શહેરના યોગીચોક પાસે જઈને ઝેરી દવા પીને સામુહિક આપધાત કરી લીધો હતો. આપધાત પહેલા વિનુભાઈએ તેમના મોટા ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે, તેમના મોટા દિકરા અને દીકરીનું ધ્યાન રાખજો. આપધાત બાદ પરિવારના ચારેય લોકોને સારાવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પત્ની, પુત્ર અને પુત્રીનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજા દિવસે વિનુભાઈનું પણ મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે પોલીસે પરિવારજનો અને પાડોશીઓના નિવદેન લઈને તપાસ શરૂ કરી છે. ત્યારે આજે આ પરિવારની દીકરી રૂચિતાએ પણ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. પરિવારમાં વધુ એક વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં પરિવારજનો ચિંતામાં મુકાયા છે.
વિનુ મોરડિયાનો મોટો પુત્ર પાર્થ 21 વર્ષની ઉંમરનો છે. મોટો પુત્ર કોઈ કામકાજ કરતો ન હતો. જેના કારણે ઘરમાં અવારનાવર ઝધડા થતાં હતા. પુત્રના લગ્નની થઈ જવા છતાં પણ કોઈ કામધંધો કરતો ન હોવાથી પિતા ચિંતામાં મુકાયા હતા. સાથે પુત્ર સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો અને નાની બહેનો સાથે મારઝુડ કરતો હતો. વિનુભાઈએ આપઘાત પહેલા વીડિયો બનાવ્યો હતો. જેમાં તેઓ કહે છે, કે મારી પાસે આત્મહત્યા કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. હું સારો પતિ કે પિતા ન બની શક્યો. વિનુભાઈએ આર્થિક સંકડામણના કારણે પરિવાર સાથે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસનું અનુમાન છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








