નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં (Surat) એક પતિએ જ પત્નીની હત્યા કરી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પહેલા તો પતિએ પત્નીની હત્યા કરીને ચોથા માળેથી પત્નીનો મૃતદેહ ફેંકીને આ હત્યાની ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે પોલીસે (Surat Police) મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો ત્યારે આ મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પતિએ જ પત્નીની હત્યા કરી હતી. જેથી પોલીસે પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યપ્રદેશનો રહેવાસી રમેશ કુમાર મજૂરી કરીને ગુજરાન ચલાવવા માટે પત્ની રાજકુમારી સાથે સુરતના લસકાણામાં રહેતો હતો. તેની પત્ની રાજકુમારીને મધ્યપ્રદેશમાં જ મુન્ના નામના એક યુવક સાથે પ્રેમ સંબંધો હતા અને બંને એકબીજા સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં રહેતા હતા. આ વાતની જાણ રમેશને થઈ જતાં, તેણે પત્નીને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને મુન્ના સાથે સંબંધો ન રાખવા જણાવ્યુ હતું. ત્યાર બાદ પણ રાજકુમારીએ મુન્ના સાથે સંપર્કો રાખી ટેલિફોનિક વાતચીત ચાલુ રાખી હતી, જેના કારણે રમેશ ઉશ્કેરાઈ ગયો હતો અને ઘરમાં પડેલા કસરત કરવાના પથ્થર વડે પત્નીના માથાના ભાગે હુમલો કર્યો હતો. જેના કારણે રાજકુમારીનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ રમેશે પત્નીના મૃતદેહને ચોથે માળેથી નીચે ફેકી દીધો હતો.
સવારે મહિલાનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં જોતા રહીશોએ સરથાણા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે મહિલાએ આત્મહત્યા નથી કરી તેની હત્યા કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસે તેના પતિ રમેશ કુમારની શંકાના અધારે પૂછપરછ કરતા પતિ રમેશ કુમારે પત્ની હત્યા કરી હોવાની કબૂલતા કરી હતી. જે અંગે પોલીસે આરોપી રમેશ કુમાર સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
Tag : Surat Crime News in Gujarati
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








