નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં (Ahmedabad) હાટકેશ્વર બ્રિજના ખુબ ચર્ચિત કેસમાં (Hatkeshwar Bridge Case) બ્રિજ બનાવરા કોન્ટ્રાક્ટરોના આગોતરા જામીન રદ્દ થતાં આખરે પોલીસ સામે સરેન્ડર કર્યું છે. અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના (Ajay Infrastructure) માલિકોએ સેસન્સ કોર્ટથી લઈને સુપ્રિમ કોર્ટ (Supreme Court) સુધી આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે જામીન અરજી રદ્દ થતાં અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલે ખોખરા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર (Surrender)કર્યું છે.
અમદાવાદમાં હાટકેશ્વર વિસ્તારમાં છત્રપતિ શિવાજી નવો બ્રિજ બન્યાના થોડા જ મહિનામાં જર્જરીત થઈ ગયો હતો. જોકે રિનોવેશન બાદ પણ આ બ્રિજ જર્જરીત થઈને પોપડા ઉખડવા લાગ્યા હતા. બ્રિજ જોખમી બની જતાં તેને બંધ કરી દેવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે ખોખરા પોલીસ સ્ટેશનમાં અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે ફરિયાદ નોંધાઈ હતી. અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના માલિકોના આગોતરા જામીન રદ્દ થતાં આજે અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ચિરાગ પટેલ, કલ્પેશ પટેલ, રમેશ પટેલ અને રસીક પટેલે ખોખરા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. તમામના મેડિકલ ટેસ્ટ બાદ ધરપકડ કરવામાં આવશે.
અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં છત્રપતિ શિવાજી બ્રિજનો વર્ક ઓર્ડર વર્ષ 2015માં મળ્યા બાદ વર્ષ 2017માં બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ બનાવા માટે અંદાજીત 45 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ વર્ષ 2021માં ગાબડાં પડવા લાગ્યા હતા. ત્યારબાદ વર્ષ 2022માં પણ બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી હતી. આ બ્રિજ પર સતત આ પ્રકારની ઘટના બનતા સમારકામ માટે ત્રણ કન્સલ્ટન્ટ કમિટીની ભલામણ કરવામાં આવી હતી.
આ કમિટીએ બ્રિજની તપાસમાં NDT ટેસ્ટ કરવા માટે જણાવ્યું હતું. જોકે કોઈ કારણોસર આ ટેસ્ટ કરવામાં આવ્યો ન હતો. જોકે આ બ્રિજ મામલે રાજકારણ ગરમાતા સપ્ટેમ્બર 2022માં બ્રિજનો સ્પાન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બ્રિજના કેટલાક ભાગોમાં કોંક્રીટની સ્ટ્રેન્થ નબળી હોવાનું અને ગુણવત્તા શંકાસ્પદ હોવાનું સામે આવ્યું હતું. બ્રિજની ગુણવત્તા શંકાસ્પદ હોવાનું સામે આવતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા ત્રણ સભ્યોની કમિટી બનાવીને તપાસના આદેશ આપ્યા હતા. આ કમિટીની તપાસમાં બ્રિજની ગુણવત્તા નબળી હોવાનું અને બ્રિજ જોખમી હોવાનો રિપોર્ટ કમિશનરને સોંપ્યો હતો. જે બાદ બ્રિજને ઉતારી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








