નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં (Ahmedabad) ગઈકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) પર ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ (CSK vs GT) વચ્ચે IPLની ફાઇનલ મેચ (IPL Final Match) રમાવાની હતી. ફાઇનલ મેચ હોવાના કારણે મેચના નિર્ધારિત સમય પહેલા જ સ્ટેડિયમ હાઉસ ફુલ થઈ ગયું હતું. જોકે મેચ પહેલા કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતા મેચ પર વિઘ્ન ઊભુ થયું હતું. જોકે ક્રિકેટ રસિકો વરસાદ બંધ થયા બાદ મેચ ચાલુ થશે તેવી આશાએ સ્ટેડિયમના પિલર નીચે અને સીડીઓ પર વરસાદી કરાથી બચવા માટે ઊભા રહી ગયા હતા. જોકે વરસાદ બંધ ન થતા મેચને રદ કરવી પડી હતી. આ ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદ સહિત બહારના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવ્યા હતા. પરંતુ ભારે વરસાદને પગલે બહાર ગામથી આવેલા પ્રેક્ષકોની હાલત કફોડી બની હતી અને રાત રેલવે સ્ટેશન પર વિતાવાનો વારો આવ્યો હતો.
IPL 2023ની ફાઇનલ મેચ રવિવારે વરસાદને કારણે બીજા દિવસે રિઝર્વ ડે માટે સ્થગિત કરવામાં આવી હતી. હવે આ મેચ આજરોજ સોમવારે 29 મેના રોજ રમાશે. પરંતુ એમ.એસ. ધોનીને (MS Dhoni) છેલ્લી વખત ફાઇનલમાં રમતા જોવા માટે હજારો લોકો ધોનીને જોવા ઈચ્છતા હતા. જેમણે મેચ શરૂ થવાની આશામાં અડધી રાત સ્ટેડિયમમાં વિતાવી અને ત્યારબાદ જ્યારે ખબર પડી કે મેચ બીજા દિવસે યોજાશે, ત્યારે આ લોકો ધોનીને ફાઈનલમાં જોવા માટે રેલવે સ્ટેશન પર જ સૂઈ ગયા.
ટ્વિટર પર એક વ્યક્તિએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે વરસાદના કારણે આઈ.પી.એલ.ની ફાઈનલ મેચ ન રમાવાના કારણે અને બીજા દિવસે મેચ જોવા માટે મહેન્દ્રસિંગ ધોનીના ચાહકો રાત્રે 3:00 વાગ્યે રેલવે સ્ટેશન પર સૂતા જોવા મળ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે CSKની જર્સી પહેરેલા લોકો સ્ટેશન પર સૂઈ રહ્યા હતા. અમદાવાદ બહારથી આવેલા લોકોએ બીજા દિવસે આઈ.પી.એલ.ની ફાઇનલ મેચ જોવાની રાહ જોઈને રેલવે સ્ટેશન જેવા સ્થળોએ રાત વિતાવી હતી.
વરસાદને કારણે IPLની ફાઈનલ મેચ નિર્ધારિત દિવસે થઈ શકી ન હતી અને બીજા દિવસ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવી હતી. જો કોઈ કારણસર રિઝર્વ ડે પર પણ વરસાદ પડે છે, તો પહેલા એવો પ્રયાસ કરવામાં આવશે કે ઓછામાં ઓછી 5 ઓવરની મેચ યોજવામાં આવે. જેથી મેચનું પરિણામ મેળવી શકાય. જો કોઈ કારણોસર ઓછામાં ઓછી 5 ઓવર પણ રમી ન શકાય તો લીગ મેચના પોઈન્ટ ટેબલના આધારે વિજેતા ટીમ નક્કી કરવામાં આવશે. એટલે કે જો વરસાદના કારણે રિઝર્વ ડે પર પણ મેચ યોજાઈ ન શકે તો IPL 2023ના વિજેતાનો નિર્ણય લેવામાં આવશે. લીગ મેચોના પોઈન્ટ ટેબલમાં જે ટીમ ટોચ પર હશે તેને IPL 2023ની વિજેતા જાહેર કરવામાં આવશે. જો વરસાદને કારણે મેચ રદ થાય તો ગુજરાત ટાઇટન્સ IPL 2023 ની વિજેતા બનશે, કારણ કે તે પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ ચેન્નઈ સુપર કિંગ્સ કરતા આગળ છે.
wp:paragraph –>
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








