Friday, September 22, 2023
HomeGujaratAnandઆણંદ ટાઉન પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીનું મોત, પોલીસ ફરીથી સવાલોના જાળમાં ફસાઈ

આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીનું મોત, પોલીસ ફરીથી સવાલોના જાળમાં ફસાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. આણંદ: Anand custodial death: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ સ્ટેશનમાં આરોપીઓના આપઘાત તેમજ કુદરતી મોતના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે આણંદ ટાઉન પોલીસે સ્ટેશનમાં (Anand Town police station) વધુ એક આરોપીના મોતના (Custodial death) અહેવાલ મળી રહ્યા છે. પ્રોહિબિશનના ગુનામાં આણંદ LCBની (Anand LCB) ટીમ આરોપીને પકડી આણંદ ટાઉન પોલીસ સ્ટેશન લાવી હતી. આરોપીને લોકઅપમાં રાખતા થોડા સમય બાદ અચાનક બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તેને તાત્કાલિક સારવાર માટે આણંદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફરજ પરના તબીબે આરોપીને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને સમ્રગ મામલાની વિગતો મેળવી હતી. આ મામલે પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ બાલુપુરા વિસ્તારમાં રાજૂ ઠાકોર પોતાની પાસે દેશીદારૂ રાખી વેચાણ કરી રહ્યો હોવાની બાતમી આણંદ LCBની ટીમને મળી હતી. જે બાતમીના અધારે LCBની ટીમે રાત્રે 11 વાગ્યાના અરસામાં બાલુપુરા બાતમીવાળી જગ્યા પર ત્રાટકી હતી. આ દરમિયાન દેશીદારૂનું વેચાણ કરતાં વ્યક્તિ રાજૂ ઠાકોરને પોલીસે ઝડપી પાડ્યો હતો. તપાસ કરતા તેની પાસેથી 15 લિટર જેટલો દેશીદારૂ મળી આવ્યો હતો. LCB આરોપીની અટકાયત કરી આણંદ પોલીસ સ્ટેશન ખાતે લાવી હતી. ત્યારે લોકઅપમાં અચાનક આરોપીની તબિયત લથડતા આરોપી બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો હતો. પોલીસ સ્ટેશમાં હાજર પોલીસકર્મીઓ આરોપીને તાત્કાલિક સારવાર માટે આણંદની સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે આરોપીને મૃત જાહેર કર્યો હતો. અકાળે થયેલા આરોપીના મોતના સમાચર મળતા આણંદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ટાઉન પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને સમ્રગ મામલાની વિગતો મેળવી હતી. આ બાબતે પોલીસે અકસ્માત મોત અંગોનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

- Advertisement -

આ અંગે નવજીવન ન્યૂઝે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના PSO સાથે વાતચીત કરતા તેમણે આરોપીના મોત પાછળનું કારણ જણાવ્યું હતું કે, આરોપીને પ્રોહિબિશનના ગુનામાં LCB દ્ઘારા અટકાયત કરી આણંદ ટાઉન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. જે દરમિયાન આરોપીને લોકઅપમાં રાખતા થોડા સમય બાદ અચાનક ગભરામણના કરાણે તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેના પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ આરોપીનું અકાળે મોત થયું છે.

પોલીસ સ્ટેશનના લોકઅપમાં થયેલા આરોપીના મોતના પગલે અનેક તર્ક-વિર્તક સર્જાઈ રહ્યા છે. અને જુદી-જુદી વાતોએ પણ જોર પકડ્યું છે. શું આરોપીની શંકાસ્પદ મોતને લઈ ફરી એકવાર પોલીસ સામે શંકાની સોય તણાઈ છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular