Sunday, May 24, 2026
HomeBusiness૪ જુનની ઓપેક મિટિંગમાં ઉત્પાદન કાપની સંભાવનાએ ક્રૂડ ઓઇલ ઘટતું અટક્યું

૪ જુનની ઓપેક મિટિંગમાં ઉત્પાદન કાપની સંભાવનાએ ક્રૂડ ઓઇલ ઘટતું અટક્યું

- Advertisement -

૧૬ મે સુધીમાં મંદીના ઊભા ઓળીયા વ્યાપક વધીને ૧૮૪૦ લાખ બેરલની ઊંચાઈએ પહોંચી ગયા

ઉત્પાદન કાપ સંદર્ભે રશિયાનું જુદું વલણ: ઓપેકમાં ભંગાણની શક્યતા શક્યતા

ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાનું એક કારણ ઓપેક પ્લસ દેશોમાં સંવાદીતતાનો અભાવ

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): સાઉદી અરેબિયાના (Saudi Arabia) ઊર્જા પ્રધાન પ્રિન્સ અબ્દુલઅઝીઝ બિન સલમાને ક્રૂડ ઓઇલના (Crude Oil) મંદિવાળા સટ્ટોડિયા માટે ગત સપ્તાહે ફરી એકવાર ચેતવણી ઉચ્ચારી હતી. ૧૬ મે સુધીમાં મંદીના ઊભા ઓળીયા વ્યાપક વધીને ૧૮૪૦ લાખ બેરલની ઊંચાઈએ પહોંચી ગયા છે. કેટલાંક રોકાણકારોએ આનો અર્થ એવો તારવ્યો છે કે ઓપેક પ્લસ (OPEC) દેશોની આગામી મિટિંગમાં વધુ ઉત્પાદન કાપ આવી રહ્યું છે. મંદિવાળાની આ પોઝિશન એક મહિના અગાઉ કરતાં ૧૪૦ ટકા વધુ છે. આ ધમકી બજારમાં ડિસ્કાઉન્ટ થવી શરૂ થઈ ગઈ છે. અને ભાવ ઉપરની તરફ જવા લાગ્યા છે. વેચીને વેપાર કરનારા મંદિવાળા સટ્ટોડિયા કોઇ ઓછી માયાના નથી તેમણે વળતી ધમકી આપી દીધી છે કે અમે પણ જોઇ લઈશું. કતાર ઈકોનોમિક ફોરમની દોહા ખાતે મળેલી બેઠકની પેનલ ચર્ચામાં ભાગ લેતા અબ્દુલઅઝીઝએ શરૂઆતમાં હળવું વલણ અપનાવી કહ્યું કે બધી બજારમાં મંદિવાળાનું અસ્તિત્વ હોય છે, પછી એકાએક એલફેલ ધમકી આપવા લાગ્યા હતા.

બેઠકમાં હાજર બધા સમજી ગયા કે ૪ જુનની ઓપેકની વીએના મિટિંગમાં શું ગેમ ખેલાવાની છે, તેનો અણસાર મળી ગયો છે. રશિયાએ આ અગાઉ જ જાહેર કરી દીધું હતું કે અમે માર્ચ એપ્રિલમાં દૈનિક પાંચ લાખ બેરલ ઉત્પાદન કાપ મૂક્યો હતો, તે હવે વર્ષાન્ત સુધી જાળવી રાખવા માંગી છીએ. ઓપેક પલ્સ દેશોનો હાલમાં દૈનિક ૧૬ લાખ બેરલ દૈનિક ઉત્પાદન કાપ જારી છે. અલબત્ત, રશિયાનું માનવું છે કે હાલમાં ઉત્પાદન કાપની કોઇ આવશ્યકતા નથી.

- Advertisement -

સાઉદી ભાવનું બહાનું બનાવીને ઉત્પાદન કાપ માટે વાટાઘાટો શરૂ કરી છે, પણ રશિયા વધારાના ઉત્પાદન કાપ માટે રાજી નથી. ઓપેકની ગતિવિધિ પર ધ્યાન રાખતા નિરીક્ષકો કહે છે કે આ બાબતે વિવાદ વકરશે તો, ૨૩ દેશના આ સંગઠનમાં તિરાડ પડવાની સંભાવના પણ છે. ૬ કરન્સી બાસ્કેટનો ડોલર ઇંડેક્સ સતત પાંચ સત્રમાં મજબૂત થયો હતો, એ સાથે જ અમેરિકાએ વ્યાજદર વધારવાની જે ધરખમ કવાયત આદરી છે, તેમ છતાં અર્થતંત્ર ખાસ દાદ આપતું નથી, આ ઘટનાને લીધે પણ ક્રૂડ ઓઇલના ભાવ દબાણમાં આવ્યા છે.

ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાનું એક કારણ ઓપેક પ્લસ દેશોમાં સંવાદીતતાનો અભાવ ગણાય છે, સાથે રશિયાએ મજબૂત ડોલરનું ગાયન ગાવાનું શરૂ કર્યું છે. શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વધીને ૭૭.૧૨ ડોલર પ્રતિ બેરલ જ્યારે અમેરિકન બેન્ચમાર્ક ક્રૂડ ઓઇલ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ વાયદો ૭૨.૮૭ ડોલર મુકાયો હતો. બંને વાયદા સતત બીજા સપ્તાહે નજીવા ૧ ટકાની વૃધ્ધિ દાખવે છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટીને કહ્યું કે વર્તમાન ભાવ, અર્થતંત્રને ન્યાયિક લેવલ પર વાજબી છે, તેથી ઓપેક ગ્રુપ નીતિને હાલમાં બદલવાની ખાસ કોઇ જરૂર નથી.

રશિયા સાથે સંપર્ક ધરાવતા સૂત્રોએ કહ્યું હતું કે ઓપેક અને સાથી દેશો ૪ જુનની વીએના મિટિંગમાં ઉત્પાદનમાં કોઇ ફેરફાર ના કરે એવું રશિયા ઈચ્છે છે. રશિયાને વર્તમાન ક્રૂડ ઓઇલ ભાવ અને ઉત્પાદન ક્વોટા વાજબી જણાય છે. અહી એ યાદ અપાવવું જરુરી છે કે એપ્રિલના આરંભે મળેલી મિટિંગ અગાઉ સાઉદી અરેબિયા, યુએઇ, સહિતના અસંખ્ય દેશોએ કહ્યું હતું કે બજારની સ્થિરતા માટેના પ્રયાસમાં મેથી ડિસેમ્બર સુધી સંયુક્ત રીતે દૈનિક ૧૦ લાખ બેરલ ઉત્પાદન કાપ જાળવી રાખે તે વાજબી સ્થિતિ ગણાશે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

wp:paragraph –>

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular