Wednesday, July 8, 2026
HomeGeneralતંત્ર પર ભરોસો નહીં કે! ખનીજ ચોરીના દરોડામાં બસ આટલું જ મળ્યું...

તંત્ર પર ભરોસો નહીં કે! ખનીજ ચોરીના દરોડામાં બસ આટલું જ મળ્યું હશે?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગરઃ ખનીજ સભર સુરેન્દ્રનગરમાં (Surendranagar) ખનીજ માફિયાઓ (Mining Mafia) બેફામ બન્યા છે તેના સતત નવજીવન ન્યૂઝ (Navajivan News) અહેવાલ પ્રસિધ્ધ કરી રહ્યું છે. ત્યારે તંત્ર હવે સફાળું બેઠું થયું હોય તેમ જણાય છે. ત્યારે ગતરોજ થાનગઢ (Thangadh) તાલુકામાં પોલીસ અને ખનીજ વિભાગે સંયુક્ત દરોડો (Raid) કરી નોંધપાત્ર સંખ્યામાં ગેરકાયદેસરક ખનીજ ચોરી ઝડપી પાડી છે. ગતરોજ ખનીજ વિભાગે જામવાડી ગામની સીમમાં દરોડો કરતા 100 કરતા વધુ ખનીજ ચોરીના કુવા ઝડપી પાડ્યા હતા. સાથે જ આ સ્થળો પરથી મોટી માત્રામાં મશીન અને ચરખી પણ ઝડપી લીધી હતી. છતાં પણ ખનીજ વિભાગ અને પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી રહી છે.

Jamvali Mining Raid
Jamvali Mining Raid

અધિકારીઓ પર ભરોસો નથી?

હાલ સુરેન્દ્રનગરના થાનગઢ અને મૂળી તાલુકામાં ગેરકાયદેસર કોલસાની હજારો ખાણ ધમધમી રહી છે. આ કારસ્તાન વર્ષોથી ચાલી રહ્યું છે પરંતુ મિલિભગત કહો કે તંત્ર અને સરકારની નીરસતા માફિયાઓને પર અંકુશ લાવવાની કાર્યવાહી થતી ન હતી. ત્યારે નવજીવન ન્યૂઝે ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતા તંત્ર સફાળુ જાગ્યું હોય તેમ જણાય છે. જેમાં તાજેતરમાં જ કેટલાક સ્થળો પર દરોડો કરી કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ ગતરોજ થાનગઢ તાલુકાના જામવાડી ગામની સીમમાં મોટો દરોડો કરી સ્થળ પરથી 19 મશીન સાથેની અને 7 મશીન વગરની કુલ 26 ચરખી ઝડપી પાડવામાં આવી હતી. સાથે જ 26 કૂવાની માપણી પણ કરવામાં આવી હતી. પરંતુ સત્તાવાર નિવેદન પર સ્થાનિકો અને સામાજિક અગ્રણીઓને ભરોસો નથી.

- Advertisement -
Mining Raid in Thangadh
Mining Raid in Thangadh

દરોડા પર શંકાના વાદળ

સ્થાનિકો અને સામાજિક આગેવાનો પોલીસ અને ખનીજ વિભાગની આ કાર્યવાહી પર પણ અગાઉની જેમ શંકા વ્યક્ત કરી રહ્યું છે. કારણ કે આજદીન સુધી દરેક વખતે કાર્યવાહીમાં ક્યારેય આરોપી ઝડપાયા નથી. આમ જામવાડીમાં પણ સ્થાનિકોનું માનવું છે ક 100 કરતા વધારે કૂવા પર ચરખી મશીન દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું. પરંતુ કહેવાતા ખનીજના વહિવટદાર અને મોટા ખનીજ માફિયાઓની હાજરીના કારણે સેટલમેન્ટ થયું હોવું જોઈએ. અન્યથા આ સ્થળ પર 100 જેટલા મશીન અને ચરખીઓ કબ્જે થઈ હોય અને આરોપી પણ પકડાયા હોય.

આશા રાખીએ વહિવટ ન થયો હોય

મહત્વની વાત છે કે દરોડોની કાર્યવાહી દરમિયાન નવજીવન ન્યૂઝના સુત્રોએ જણાવ્યું હતું કે, સ્થળ પર કેટલાક લોકો ફોર વ્હિલ વાહનો સાથે હાજર હતા. ઉપરાંત મજૂરો પાસે ખોદકામ કરાવી રહેલા માલિકો પણ હાજર હતા. છતાં પણ માગેલી રેડની માફક આ રેડમાં ચોક્કસ વ્યક્તિઓ જે વર્ષોથી ખનીજ માફિયાગીરી સાથે સંકળાયેલા છે તેમને ગોઠવણ કરાવી હતી. જેના પરિણામે બધુ સગેવગે કરી દેવાયું હતું. માટે આશા રાખીએ આ દરોડોમાં કોઈ માફિયાઓ સાથેની મિલિભગતથી કોઈ કાંડ નહીં થયું હોય.

વધુમાં શંકા એ વાત ઉપજાવે છે કે પોલીસ અને ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર ખનનના સ્થળ પરથી હાજર લોકોની ધરપકડ કેમ ન કરી? શા માટે ખનીજ ચોરી કરવા ખાડામાં ઉતરેલા મજૂરોની પુછપરછ કરી માલિકો અને મુકાદમોના નામ પુછવામાં ન આવ્યા? ખરેખર જો આરોપી સુધી પહોંચવું જ હોય તો ખનીજ વિભાગ અને પોલીસ વિભાગ તેમની પુછપરછ કરી શકે છે પણ તેવું ક્યારેય થયું નથી અને આ કિસ્સામાં પણ એજ પેટર્ન જોવા મળી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular