Saturday, May 23, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં આધેડને પ્રેમ લગ્ન કરવા પડ્યા ભારે, પત્નીથી કંટાળી નદીમાં ઝંપલાવ્યું

અમદાવાદમાં આધેડને પ્રેમ લગ્ન કરવા પડ્યા ભારે, પત્નીથી કંટાળી નદીમાં ઝંપલાવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: રાજ્યમાં સામાન્ય રીતે લગ્ન બાદ પરણિતા પર માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદો સામે આવતી હોય છે. પરંતું અમદાવાદમાં (Ahmedabad) આનાથી વિરુદ્ધ ઘટના સામે આવી છે. જ્યાં એક આધેડએ પ્રેમ લગ્ન કર્યા બાદ પ્રેમિકા અને તેના સબંધી દ્વારા આધેડને માનસિક ત્રાસ અને ધાકધમકીઓ આપવામાં આવતી હતી. આ બાબતે આધેડે કંટાળીને આપધાત કરી લીધો છે. જોકે આપધાત પહેલા નામજોગ એક વીડિયો બનાવતા પોલીસે (Ahmedabad Police) પ્રેમિકા સહિત 7 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્ર ગોવિંદ સોલંકી ટ્રાવેલિંગ બેગનો ધંધો કરે છે. 7 વર્ષ અગાઉ તેમની પત્નીનું અવસાન થઈ ગયુ હતું. ત્યારબાદ ભપૂન્દ્ર સોલંકી પોતાના દિકરા સાથે રહેતા હતા. ટ્રાવેલિંગ બેગના ધંધો કરતા દરમિયાન આધેડ ઉષા માજીરાણા નામની મહિલા સાથે પરિચયમાં આવ્યા હતા. જોકે થોડા સમય બાદ બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાતા ઉષા માજીરાણા નામની મહિલાએ તેના પતિ સાથે છૂટાછેડા લઈ ભૂપેન્દ્ર સોલંકી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ ઉષા માજીરાણા તેના દીકરાને પણ સાથે લાવી ભૂપેન્દ્ર સોલંકી સાથે રહેવા લાગી હતી. ઉષાબેન અવાર-નવાર ફરિયાદીના પિતા સાથે ઝઘડો કરતી હતી. જેના કારણે તેમને અલગ ભાડેથી ઘર અપાવ્યુ હતુ.

- Advertisement -

ત્રણ વર્ષ પહેલા ઉષા માજીરાણા કોઈ કારણ વગર ઘર છોડીને જતી રહી હતી. ઉષાએ તેના સાગરિતોની ચઢામણીમાં આવી ફરિયાદીના પિતા પર છેડતીની ખોટી ફરિયાદ કરી હતી જેના અઘાતમાં ભૂપેન્દ્ર સોલંકીએ દવા ગટગટાવી લીધી હતી. જે સમાચાર સંભાળીને ઉષાબેન પરત આવી જતા બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. થોડા સમય પછી ઉષાબેનએ ઘરે આવવાની ના પાડી હતી. જેના કારણે ભૂપેન્દ્ર સોલંકીએ ઉષાબેનની હાજરીમાં ઉંઘની ગોળીઓ ખાઈ લીધી હતી અને બેભાન થઈ ઢળી પડ્યા હતા તો પણ ઉષાબેન ભૂપેન્દ્ર સોલંકીને હોસ્પિટલ લઈ ગઈ ન્હોતી. ભૂપેન્દ્ર સોલંકી તેના પુત્રને સમ્રગ મામલે જણાવ્યુ હતું કે, હરીશ ઠક્કર સાથે ઉષાના આડાસબંધ હતા. જેને લીધે સમાજ તેમની ઈજ્જિત જઈ રહી હોવાનું કહી તેમણે દવા ગટાગટાવી હોવાની વાત પુત્રને કરી હતી.

ત્રણ મહિના પહેલા ફરિયાદીના કૌટુંબિક સબંધી રમેશ ડોડિયા, ધીરુભાઈ ખીમજી પરમાર, રમેશ જીવલણ વાઘેલાએ ફરિયાદીના પિતાના વેચાતા લીધેલા દાગીના લઈ પૈસા પરત ન આપીને હેરાન કરતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા, સાથે જ ત્રણેય લોકો દારૂ પીધેલી હાલતમાં ઘરે આવી જોરજોરથી ગાળો આપી તકરાર કરતા હતા. થોડાક સમય અગાઉ પ્રેમચંદ પ્રજાપતિએ ભૂપેન્દ્ર સોલંકી પાસેથી 75 હજાર રૂપિયા ઉછીના લીધા હતા અને જ્યારે ભૂપેન્દ્ર સોલંકીએ ઉછીના પૈસા પરત માગતા હાથ-પગ તોડી નાંખવાની ધમકી આપી હતી.અવાર-નવારના ત્રાસથી કંટાળીએ ભૂપેન્દ્ર સોલંકીએ ગતરોજ આરોપીઓના નામજોગ વીડિયો બનાવીને ચંદ્રનગર રિવરફ્રન્ટ (Riverfront) વોક વે પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. નદીમાં ઝંપ લગાવતા પહેલા ભૂપેન્દ્રએ આ વિડિયો પાડોશીને વોટ્સ એપ પર મોકલી આપ્યો હતો. સમગ્ર મામલે મૃતકના પુત્રએ 7 જેટલા આરોપી સામે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

Tag: Ahmedabad Crime News in Gujarati

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular