Saturday, May 23, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં IPLની ફાઈનલ મેચ જોવા જતાં પહેલા જાણી લો પોલીસ કમિશનરનું જાહેરનામું

અમદાવાદમાં IPLની ફાઈનલ મેચ જોવા જતાં પહેલા જાણી લો પોલીસ કમિશનરનું જાહેરનામું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર IPLની ફાઈનલ મેચ રમાવાની છે. જોકે આ ફાઈનલ મેચની ટીકિટ અગાઉથી જ હાઉસ ફુલ થઈ ગઈ છે. તેવામાં ક્રિકેટ રસીયાઓને ટીકીટ મળી રહે તે માટે કેટલાક લોકો દ્વારા ટિકિટની કાળા બજારી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં અગાઉની મેચ દરમિયાન પણ ટિકિટની કાળા બજારી થઈ હોવાની ફરિયાદો સામે આવ્યા બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે. ફાઈનલ મેચની ટીકિટ્સની કાળા બજારી ન થાય તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર જામ્યો ટિકિટની કાળાબજારીનો અડ્ડો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શુક્રવારે યોજાયેલી અને રવિવારે રમાનારી IPLની ફાઈનલ મેચ માટે ટિકિટો લેવા ગુરુવારથી જ પ્રેક્ષકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જેના કારણે પડાપડી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ તકનો લાભ લઈને કેટલાક લોકો દ્વારા સ્ટેડિયમની બહાર બ્લેકમાં ટિકિટો વેચતા હતા. જોકે વાત આટલેથી ન અટકતા સોશિયલ મીડિયા પર પણ એક ચોક્કસ ગ્રૂપ બનાવી ટિકિટોની મેસેજ મારફતે કાળાબજારી કરી રહ્યા હતા. જેમાં ટિકિટની મૂળ કિંમતના ત્રણથી ચાર ગણા વધુ ભાવ લઈને ટિકિટોનું ધૂમ વેચાણ કરવામાં આવતું હતું.

- Advertisement -

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર થઈ રહેલી ટિકિટોની આ કાળાબજારીને લઈ અમદાવાદ પોલીસ કમિશ્નરને કેટલીક ફરિયાદો મળી હતી. જેના આધારે હવે પોલીસ તંત્ર એલર્ટ થયુ છે અને ટિકિટોના કાળાબજારીના ધંધાને ડામવા માટે પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યુ છે. પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર, હવેથી કોઈપણ વ્યક્તિ પોતાની પાસે વધુમાં વધુ 3 ટિકિટ જ રાખી શકશે. 3થી વધુ ટિકિટ રાખી શકશે નહીં. આ સિવાય જે ટિકિટની જે નિયત કિંમત રાખવામાં આવી હશે તે સિવાય વધુ કિંમતથી ટિકિટની ખરીદ કે વેચાણ કરી શકાશે નહીં.

જાહેરનામાનો અમલ પોલીસ માટે પડકાર

ટિકિટની કાળા બજારી રોકવા માટે પોલીસ કમિશનરે આ પ્રકારનું જાહેરનામું તો બહાર પાડી દીધુ છે. પરંતુ તેનો અમલ કેવી રીતે કરાવાશે તે એક સળગતો પ્રશ્ન ઉભો થવાની શક્યતા છે. કારણ કે નિયમ મુજબ તો ઓનલાઈન ટિકિટ ખરીદનારે પણ બારકોડ લઈ સ્ટેડિયમ ખાતે જવું પડે છે. ત્યાં બારકોડ સ્કેન કર્યા પછી જ ટિકિટ આપવામાં આવે છે. મોટાભાગના પ્રેક્ષકો એવા છે કે જેમણે પોતાના મિત્રવર્તુળ કે પરિવારના સભ્યો માટે ત્રણથી વધુ ટિકિટો ઓનલાઈન ખરીદી લીધી છે. આવી પરિસ્થિતિમાં પોલીસ માટે પડકાર ઉભો થયો છે ત્યારે હવે પોલીસ શું કામગીરી કરશે તે જોવુ રહ્યું.

Tag: IPL Semi Final 2023 | Gujarat Titans VS Mumbai Indians | Final IPL 2023 | Cricket IPL 2023

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular