નવજીવન ન્યૂઝ. પાટડી: Surendranagar News:ગુજરાતમાં આગ વરસાવતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, આ વર્ષે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. આ ગરમીની અસર મનુષ્યો ઉપરાંત પશુ-પક્ષીઓ પર પણ થઈ રહી છે. આ ગરમીમાં માણસો બીમાર પડવાની તો ઘણી ઘટનાઓ બની છે, પરંતુ પાટડી (Patdi) તાલુકાનાં સવલાસ ગામમાં (Savloas Village) છેલ્લા કેટલાક દિવસોથી મોર મારવાની ઘાટનો સામે આવી રહી છે. વન વિભાગનું પ્રાથમિક તારણ એવું છે કે, ગરમીના કારણે આ મોરના મૃત્યુ (Peacocks Died) થયા હોઇ શકે, પરંતુ આ મોરના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેમના મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના સવલાસ ગામમાં એક જ અઠવાડિયમાં 16 જેટલા મોરના આકસ્મિક મૃત્યુ થયું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સ્થાનિકો દ્વારા આ અંગે જાણ કરતાં વન વિભાગની ટીમ દોડતી થઈ છે અને મોરના મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે તબીબના પ્રાથમિક અનુમાન મુજબ આકરી ગરમીના કારણે મોરના મૃત્યુ થયા છે. હાલ વનવિભાગ દ્વારા મોરના ખોરાક અને પાણીના સેમ્પલ લઈ તપાસ માટે FSL માટે મોકલવામાં આવ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે. મોરના મુત્યુ ગરમીથી થયા છે કે કોઈ અન્ય કારણ છે તેની હાલ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ અંગે સવલાસ ગામના એક સ્થાનિકે જણાવ્યું હતું કે, “છેલ્લા એક અઠવાડિયાથી મોરની મૃત્યુ થવાની ઘટનાઓ સતત બની રહી છે. અત્યાર સુધી બાર થી વધુ મોરના મૃત્યુ થયા છે અને હજી પણ મોરના મૃત્યુ થઈ રહ્યા છે.” પરંતુ આની વિપરીત સુરેન્દ્રનગર વન વિભાગના DCF ધવલ ગઢવી જણાવે છે કે, “અમારી પાસે 8 જેટલા મોરનો કેસ આવ્યો છે, જેમાંથી અમે 5 જેટલા મોરને રેસક્યું કર્યા છે, એક સારવાર હેઠળ છે અને માત્ર 2 જ મોરના મૃત્યુ થયા છે.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








