નવજીવન ન્યૂઝ. મોરબી: મોરબીના (Morbi) ટંકરાના (Tankara) હડમતિયા ગામથી ચોકાંવનારી ઘટના સામે આવી છે. જેમાં ઘેટા-બકરા ચરવા માટે ગયા હતા. તે દરમિયાન નદીમાં કેમિકલ ભળેલું પાણી પી લેતા 20 જેટલા ઘેટા-બકરા મોતને (Sheep-goat deaths) ભેટ્યા છે અને 12 જેટલા ઘેટાઓની હાલત હજુ ગંભીર છે. ઘેટા-બકરાના મૃત્યુથી ગામમાં હાહાકાર મચી ગયો છે. ઘટના સામે આવતા ફરી એકવાર GPCBની કામગીરી સામે માલધારીએ સવાલો ઉઠાવ્યા છે અને આક્ષેપો કરતાં જણાવ્યુ હતું કે, “ઘેટા-બકરાએ નદીનું કેમિકલયુક્ત પાણી પીધું હતું અને ત્યાર બાદ ટપોટપ ઘેંટા-બકરાઓનું મૃત્યું થયું હતું.
મળતી માહિતી મુજબ, ટંકારાના હડમતિયા ગામમાં સવારના સમયે માલધારી પોતાના 100 જેટલા ઘેટા-બકરાને ચરાવવા ખેતરમાં ગયા હતા. ત્યાં ખેતર નજીક નદી આવેલી હતી, જ્યાં ઘેટા-બકરાઓએ નદીનું પાણી પીતા એકાએક પશુઓની મૃત્યુ નિપજવાની શરૂઆત થઈ હતી. જેમાં માલધારીના આક્ષેપ મુજબ નદીમાં કેટલાક ફેક્ટરીઓ દ્ગારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. જે પાણી પીતા ઘેટા-બકરાઓના મૃત્યુ નિપજ્યા છે અને કેટલાકની હાલત ગંભીર છે. હાલ સમ્રગ ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ છે અને આવા એકમો સામે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવા માગ ઉઠી છે.
તમામ અસરગ્રસ્ત પશુઓને તાત્કાલિક સારવાર અર્થે જિલ્લાના આરોગ્ય કેન્દ્ર ખાતે ખેસડવામાં આવ્યા છે. ઝેરી પાણી પીવાથી હજુ પશુઓના મૃત્યુઆંક વધે તેવી આશંકા વ્યકત કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નદીમાંથી આસપાસના ગ્રામજનો પણ ખેતી તેમજ અને રોજિંદા વપરાશમાં પાણીનું ઉપયોગ કરતા હોય છે. જોકે ઘેટા-બકરાના મૃત્યુથી લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. તેમજ નદીમાં કેમિકલયુક્ત પાણી અંગે GPCB યોગ્ય તપાસ કરી નદીમાં પ્રદૂષિત પાણી છોડનારા કેમિકલ માફિયાઓ સામે ત્વરિત પગલા લે તેવી માગ ઉઠી છે.
TAG: Morbi News Today
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








