Thursday, April 23, 2026
HomeGujaratAhmedabadતલાટીની પરીક્ષામાં કેટલાંક કેન્દ્રો પર ઉમેદવારો માટે વિદ્યાર્થી નેતા દ્વારા રહેવા-જમવાની વ્યવસ્થા

તલાટીની પરીક્ષામાં કેટલાંક કેન્દ્રો પર ઉમેદવારો માટે વિદ્યાર્થી નેતા દ્વારા રહેવા-જમવાની વ્યવસ્થા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Talati Exam 2023: રાજ્યભરમાં 7 મેના રોજ રવિવારે તલાટીની પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષામાં વિદ્યાર્થી નેતા ચિંતન સંઘાણીએ અને તેમના સહયોગીઓના મદદથી તલાટીની પરીક્ષા આપવા આવનારને રહેવા-જમવાની વ્યવસ્થા પૂરી પાડવાની જાહેરાત કરી છે. આ વ્યવસ્થા ચુનંદા કેન્દ્રો પર કરવામાં આવી છે, તેમાં અમદાવાદ, ખેડા અને આણંદ સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓએ આ માટે ખેડામાં આવેલા ‘શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ’ પર પહોંચવા જણાવ્યું છે. અમદાવાદમાં પણ જેઓનું પરિક્ષા કેન્દ્ર હોય અને તેમને રહેવા-જમવાની વ્યવસ્થા મેળવવી હશે તો તેઓએ એક દિવસ અગાઉ ખેડા પહોંચવું પડશે. ચિંતન સંઘાણીનું કહેવું છે કે આ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસે સવારે 9 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી દેવાની જવાબદારી તેમની રહેશે. આ જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્ર ધરાવતા વિદ્યાર્થીઓને કોઈ પણ અગવડ પડે તો તેઓ સીધો ચિંતન સંઘાણીને સંપર્ક કરી શકે છે. તેમનો મોબાઈલ નંબર 6356938596 છે.

રાજ્યમાં યોજાતી પરીક્ષામાં ઉમેદવારોની હાલાકીની નવાઈ નથી અને જ્યારે ઉમેદવારો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પરીક્ષા આપવા જાય છે ત્યારે તેમને પરીક્ષા કરતાં આવવા-જવાની, રોકાવાની અને જમવાની ચિંતા વધુ કરવી પડે છે. અને આ બધી વ્યવસ્થા માટે વિદ્યાર્થીઓ હોટલનું મોંઘુ ભાડું ચૂકવે છે અને વધુ નાણાં આપીને જમવાની વ્યવસ્થા કરે છે. જેઓને આ વ્યવસ્થા પોસાતી નથી તેવા ઉમેદવારો બસસ્ટેન્ડ, જાહેર સ્થળો પર રાત્રિ રોકાણ કરવા મજબૂર બને છે. ચેતન સંઘાણી ઉમેદવારોના આ હાલાકીને ઓછી કરવા માટે પ્રયત્નશીલ છે અને તે માટે તેમણે અમદાવાદ, ખેડા અને આણંદમાં આ વ્યવસ્થા કરી છે. બસ, સૌ ઉમેદવારોએ તેમણે જે ખેડામાં દર્શાવેલા સ્થળ ‘શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ’ પર એક દિવસ અગાઉ પહોંચવાનું થશે.

- Advertisement -

આ વિશે વિદ્યાર્થી નેતા ચિંતન સંઘાણી નવજીવન ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજ્યભરમાં યોજાતી સ્પાર્ધત્મક પરીક્ષામાં ઉમેદવારોના રહેવા જમવાની વ્યવસ્થા દર વખતે તેમના દ્વારા થાય છે. આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી હોય તો તેમનો મોબાઈલ નંબર પણ આપ્યો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular