નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ ભાવનગર હાલ ડમીકાંડ અને તોડકાંડના કારણે ચર્ચામાં આવી રહ્યું છે. પરંતુ તાજેતરમાં જ ભાગવનગર પોલીસે કરોડો રૂપિયાની કર ચોરી કરતી ગેંગનો પણ પર્દાફાશ કર્યો હતો. કરોડો રૂપિયાનું GST કૌભાંડ (GST Scam) સામે આવતા ભાવનગર પોલીસે (Bhavnagar Police) તપાસ માટે SITની રચના કરી હતી. ત્યારે આજે SIT દ્વારા કર ચોરીના કેસની દળદાર ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. જેમાં આ કર ચોરીનું કૌભાંડ 1 હજાર એકસો કરોડથી પણ વધુનું હોવાનું સામે આવ્યું હતું.
રાજ્ય સરકારને ચુનો લગાવીને કર ચોરી કરતી ટોળકીનો ભાવનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. ભાવનગરના રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર (IPS Gautam Parmar) અને પોલીસ ઈન્સેપેક્ટર આર.એન.વિરાણી (PI R N Virani) દ્વારા કરોડો રૂપિયાની કર ચોરીમાં ઊંડાણ પુર્વક તપાસ કરી 15 આરોપી જેલ હવાલે કરવામાં આવ્યા છે. કર ચોરીના કેસમાં તપાસ કરી રહેલી SIT ટીમની તપાસમાં સામે આવ્યું હતું કે, ભાવનગરમાં અશિક્ષીત અને ગરીબ લોકોના આધાર કાર્ડ અને પાનકાર્ડ આ ટોળકી મેળવી લેતી હતી. ત્યારબાદ આ ડોક્યુમેન્ટના આઘારે નવું સીમકાર્ડ ખરીદતા અને આધારકેન્દ્રમાં જઈને આધારકાર્ડમાં નવો મોબાઈલ નંબર અપડેટ કરવી દેતા હતા.
જેના આધારે GSTની વેબસાઈટ પરથી તે માણસોના નામે નવો GST રજીસ્ટ્રેશન કરાવીને બોગસ પેઢી ખોલી દેતા હતા. ખોટું GST નંબર મેળવીને તેમાં બોગસ બીલીંગનું કામ કરીને સરકારને ભરવાના ટેક્સની રકમ ચાંઉ કરવા માટે બોગસ પેઢીઓનો ઉપયોગ કરતા હતા. કર ચોરીના બનાવમાં ભાવનગરના પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં 1 ફરિયાદ, નિલમબાગ પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ અને અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં 1 ફરિયાદ કુલ મળીને 4 પોલીસ ફરિયાદ નોંધવામાં આવતી હતી.
કર ચોરીના કેસમાં ઊંડાણ પૂર્વક તપાસ કરવા માટે રાજ્યના પોલીસ વડા દ્વારા ભાવનગરના રેન્જ આઈ.જી. ગૌતમ પરમારના અધ્યક્ષ સ્થાને એક SITની રચના કરવામાં આવી હતી. SITની રચના બાદ કર ટેક્ષ ચોરીના કેસમાં કુલ 15 આરોપીની ધરપકડ કરીને કુલ 460 બોગસ પેઢી ઝડપી પાડી હતી. કર ચોરીના કેસમાં આરોપીઓ વિરુધ્ધમાં કુલ 11,228 પાનાનું દળદાર પ્રથમ ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








