નવજીવન ન્યૂઝ. વડોદરાઃ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ બોર્ડના ધોરણ 12 સાયાન્સનું પરિણામ ગઈકાલે જાહેર થયું હતું. જોકે ગત વર્ષ કરતાં આ વર્ષે ધોરણ 12 સાયાન્સનું 6% જેટલું પરિણામ ઓછું આવ્યું હતું. પરિણામ ઓછું આવતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી. ત્યારે વડોદરમાં એક વિદ્યાર્થિની ધોરણ 12 સાયન્સમાં નાપાસ થતાં તેને માઠું લાગી આવ્યું હતું અને જીવનને અલવીદા કરી ગળેફાંસો ખાઈ લીધો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, ગઈકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ‘કહી ખુશી, કઈ ગમ’ જેવો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ સારા માર્ક્સ સાથે પાસ થયો તો કેટલાક વિદ્યાર્થીઓ નાપાસ થતાં એક વર્ષ બગડ્યું હતું. ત્યારે વડોદરામાં વડસર વિસ્તારમાં આવેલા પારૂલ એપાર્ટમેન્ટમાં રહેતી જીગ્નીશા પટેલ પણ નાપાસ થઈ હતી. જોકે જીગ્નીશાનું પરિણામ ખરાબ આવતા તે ખુબ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. ડિપ્રેશનમાં આવીને જીગ્નીશાએ જીવન ટુંકાવાનું નક્કી કરીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
દીકરીએ આત્મહત્યા કરી હોવાની જાણ પરિવારને થતાં શોકનો મોહાલ છવાઈ ગયો હતો. 17 વર્ષીય જીગ્નીશાએ આત્મહત્યા કરી લેતા આસપાસના લોકો દોડી આવ્યા. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જીગ્નીશાના મૃતદેહને પંખા પરથી ઉતાર્યો હતો. મૃતદેહને નીચે ઉતાર્યા બાદ ફોરેન્સીક પીએમ માટે એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જીગ્નીશાના આત્મહત્યાના બનાવ અંગે પોલીસે પરિવારની પુછપરછ કરી હતી. જેમાં ગઈકાલે પરિણામ જાહેર થતાં તેણી નાપાસ થઈ હોવાના કારણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવામાં આવ્યું હતું.








