નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ જાહેર થાય ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (ahmedabad municipal corporation) દ્વારા વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે. ત્યારે આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં (GSEB 12th Results 2023) ઉત્તીર્ણ થનારા શહેરના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતું અમદાવાદનું પરિણામ ઓછુ આવતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ઉત્તીર્ણ થનારા શહેરના તેજસ્વી તારલાઓનું સન્માન કરવા માટે શહેરના ટાગોર હોલ ખાતે આજે સવારે 11 વાગ્યે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના મેયર કિરીટ પરમાર વિદ્યાર્થીઓનું સન્માન કરવાના હતા. પરંતું આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અમદાવાદનું પરિણામ ઓછું આવતા વિદ્યાર્થીઓ ટાગોર હોલ ખાતે પહોંચ્યા ન હતા. જેથી ટાગોર હોલમાં આયોજીત કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી રહી ગઈ હતી.
અમદાવાદ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 65% આવ્યું છે. શહેરમાં માત્ર 5438 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે. તેવામાં વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓને ભેગા કરવા તંત્ર માટે મુશ્કેલ બન્યું હતુ. વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ન પહોંચતા તંત્રની મુશ્કેલી વધી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન હિતેષ બારોટ અને અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડના ચેરમેન સુજય મહેતા સહિતના પદાધિકારીઓ વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ 10 જેટલા વિદ્યાર્થીઓ જ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. ઓછા વિદ્યાર્થીઓ આવતા જ કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો.
આ સંદર્ભે વાત કરતાં અમદાવાદનાં મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, “શોર્ટ નોટિસ પિરિયડ હોવાથી દરેક સ્કૂલોને જાણ કરી શકાઈ ન હતી. જેથી બધા વિદ્યાર્થીઓએ સુધી આ માહિતી પહોંચી શકી ન હતી અને વિદ્યાર્થી ઓનલાઇન રિજલ્ટ જોઈ ઘરે જ બેસી રહ્યા છે. કાર્યકમ 11 વાગે હતો પણ જો 12 વાગે રાખ્યો હોત તો લોકો આવી શક્યા હોત.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








