નવજીવન ન્યૂઝ. સુરત: Surat Triple Accident News: ગુજરાતમાં હાઇવે પર અકસ્માતના (Accident on Highway) કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ઘણી વાર વાહન ચાલકોની બેદરકારીના કારણે નિર્દોષ લોકોને પણ જીવ ગુમાવવનો વારો આવતો હોય છે. ત્યારે સુરતના (Surat) બાલેશ્વર નેશનલ હાઈવે 48 (Baleshwar highway)પરથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ટેન્કરની પાછળ ટ્રક અને કાર અથડાતા ત્રિપલ અકસ્માતની (Triple Accident)ઘટનાથી અરેરાટી મચી ગઈ છે. અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે 11 વાગ્યના આસપાસ સુરતના બાલેશ્વર હાઈવે 48 પરથી એક ટેન્કર પસાર થઈ રહ્યું હતું, તે દરમિયાન પાછળ પુરઝડપે ટ્રક અને કાર પણ આવી રહી હતી. ત્યારે ટ્રક ચાલકે ટેન્કરને ઓવરટેક કરવા જતા સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ધડાકાભેર ટ્રક ટેન્કર સાથે અથડામણ થઈ હતી. જેમાં પાછળ આવી રહેલી કારે પણ કાબૂ ગુમાવતા ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત ટ્રક ચાલકને એમ્બયુલેન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખેસડવામાં આવ્યો હતો. જોકે કાર ચાલકનો આ ઘટનામાં સદનસીબે બચાવ થયો હતો. અકસ્માતના કારણે હાઈવે પર ચક્કાજામના દૃશ્યો સર્જાયા હતા. અકસ્તામની ઘટના પગલે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિકજામને ખુલ્લો કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે હાઈવે પર અકસ્માતની ઘટનાને લઈ અવાર-નવાર જાગૃતિ કાર્યક્રમમો પણ કરવામાં આવતા હોય છે. સ્પીડ બોર્ડ પણ લગાવામાં આવે છે છતાં પણ કેટલાક વાહન ચાલકો નિતિ નિયમો નેવે મૂકી બેફામ ગતિએ વાહનો હંકારે છે અને પોતાની સાથોસાથ બીજાના જીવ પણ જોખમ મૂકે છે.
TAG: Surat News, Surat Triple Accident, Road Accident in Surat
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








