નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News: આજના સમયમાં ખાદ્ય સામગ્રી 100 ટકા ઓરિજનલ મળવી તે લોઢાના ચણા ચાવવા જેવી વાત થઈ ગઈ છે. અગાઉ તેલ, ધી, ગરમ મસાલામાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય (Health) સાથે ચેડા થયા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશના (RMC) આરોગ્ય વિભાગે શંકાસ્પદ ભેળસેળવાળા પનીરનો (Adulterated paneer) મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પનીરનો જથ્થો રાજકોટમાં (Rajkot) પહોંચતા જ આરોગ્ય વિભાગની ટીમે દરોડો કરીને પનીરના જથ્થાને ઝડપી પાડ્યો હતો.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને માહિતી મળી હતી કે, ભાવનગરના મહુવા ગામમાંથી શંકાસ્પદ પનીર મોટોનો જથ્થો રાજકોટમાં આવવાનો છે. માહિતીના આધારે આરોગ્ય વિભાગની ટીમે રાજકોટના ભુતખાના ચોક નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન ગત રાત્રિએ 11 વાગ્યે એક પિકઅપ વાનમાં ભેળસેળયુક્ત પનીરનો જથ્થો ભુતખાના ચોક પાસેના પેટ્રોપંપના નાકેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પનીરનો જથ્થો ભાવનગરના મેસવાડની રામકૃષ્ણ ડેરીમાંથી આવ્યો હતો. આ પનીરનું રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ગામમાં વેચાણ કરવામાં આવતું હતું.
આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, આરોગ્ય ટીમે શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરીને રોજકોટ મહાનગર પાલીકાના કેમ્પસમાં લાવવામાં આવ્યો હતો. હવે આ શંકાસ્પદ જથ્થાના સેમ્પલીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, આ પનીરને 190 રૂપિયા પ્રિતી કિલોના ભાવે વેચાણ કરવામાં આવતું હતું, જે ખુબ નજીવી કિંમત કહી શકાય, પનીર લઈને આવનારા વ્યક્તિને આ પનીર ભેળસેળ વાળુ છે કે નહીં, તે અંગે પુછપરછ કરતાં તેણે પનીર ભેળસેળ વાળુ હોવાનું સ્વીકાર્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે, પામોલીયન તેલ અને વેજીટેબલ તેલનું મિક્ષ કરીને આ પનીરને તૈયાર કરવામાં આવ્યું છે, ઝડપાયેલા 1600 કિલો પનીરના જથ્થાની અંદાજીત કિંમત 3 લાખ રૂપિયા જેટલી છે. આ પનીરનો જથ્થો રાજકોટના 9થી 10 વિક્રેતાને પહોંચાડવાનો હતો, પરંતું પનીરનું વેચાણ થાય તે પહેલા જ આરોગ્ય વિભાગે તેને ઝડપી પાડ્યું હતું, આ જથ્થો અગાઉ પણ કેટલી વાર રાજકોટમાં આવ્યો છે તેની તપાસ પણ કરવામાં આવશે. રાજકોટ સિવાય અન્ય 3થી 4 જિલ્લામાં પણ આ પનીર પહોંચાડવામાં આવ્યું હતું, જેથી આરોગ્ય વિભાગની સ્ટેટની ટીમને પણ જાણ કરવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








