નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar Heavy Rain News: ગુજરાતમાં અચાનક વાતાવરણમાં (Bhavnagar Weather) પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ (Heavy Rain) જોવા મળી રહ્યો છે, ત્યારે ભાવનગરમાં (Bhavnagar) તો જાણે પૂર (Flood) આવ્યું તેવી સ્થિતિ સર્જાઈ છે અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત વીજળી (lightning) પાડવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની પણ માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.

મળતી માહિતી મુજબ ભાવનગરના પાનવાડી વિસ્તારમાં રહેતા આકાશ મકવાણા શહેરના બોર તળાવ ખાતે ફરવા ગયા હતા, જે દરમિયાન અચાનક જ વરસાદ સાથે યુવકના માથે વીજળી પડતા આકાશને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. આમ ભાવનગર શહેરમાં કમોસમી વરસાદે એક યુવાન નો ભોગ લીધો છે.
ભાવનગર શહેરમાં સાંજે 4:00 વાગ્યે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. શહેરના લાલ ટાંકી નજીક ગઢેચી વડલા વિસ્તારમાં ભારે પવનથી એક વીજ પોલ નમી ગયો હતો, જ્યારે વૃક્ષો ધરાશયી થયા હતા. ગાજવી સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં ભાવનગર શહેરના શિવાજી સર્કલ ઘોઘા જકાતનાકા કુંભારવાડા વગેરે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું અને ચોમાસાનો જેવો માહોલ સર્જાયો હતો.
ભાવનગર શહેર ઉપરાંત સિહોર પંથકમાં પણ આજે સાંજે સામાન્ય કરતાં વધારે ઝડપે પવન ફૂંકાયો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જ્યારે પાલીતાણા, ગારીયાધાર, વલભીપુર, ઘોઘા પંથકમાં પણ સાંજે કમોસમી વરસાદ પડ્યો હતો.
ભાવનગર શહેરમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં 29 MM, સિહોરમાં 32 MM, પાલીતાણામાં 9 MM, ગારીયાધારમાં 6 MM, વલભીપુરમાં 2 MM અને ઘોઘામાં 1 MM વરસાદ નોંધાયો છે. મોડી સાંજે પણ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21.6 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 98% અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી.
TAG: Bhavnagar Heavy Rain News, Gujarat Weather Forecast, Rain In Bhavnagar, Weather Today Bhavnagar
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








