નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot News :21મી સદીમાં દરેક મહિલાઓ પગભર તો બની છે પરંતુ તેમની સુરક્ષાના નામે આજે પણ શૂન્ય જેવી પરિસ્થિતિ અવાર-નવાર જોવા મળી રહી છે. ઓફિસમાં કામ કરતી મહિલાઓની સુરક્ષા (Woman safety) જોખમાઈ હોય તેવા અનેક ઉદાહરણરૂપી કિસ્સાઓ ભૂતકાળમાં બની ચૂક્યા છે. ત્યારે રાજકોટમાંથી (Rajkot) પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સ્પામાં કામ કરતી એક પરણિતા સાથે તેના જ સહકર્મીએ શારીરિક સંબંધની માગણી કરી હતી. જેની ના પાડતા મહિલા પર સહકર્મીએ (Youth Attack on Woman) લોખંડની પાઇપ વડે આડેધડ ઘા ઝીંકીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના રૈયા રોડ વિસ્તારમાં રહેતી 23 વર્ષની પરિણિતા છેલ્લા 4 મહિનાથી એસ. કે. સ્પામાં ટેલીકોલર તરીકે નોકરી કરે છે. દરરોજ સવારે 10.30 વાગ્યાની આસપાસ તેનો પતિ તે મહિલાને ઓફિસે મુકી જતો હતો. આજરોજ રાબેતામુજબ પીડિતા ઓફિસના સોફા પર બેઠી હતી. ત્યારે ઓફિસના સફાઈ કર્મચારી યોગેશે તેને શારીરિક સંબંધ બાંધવાનો આગ્રહ કર્યો હતો. જેની મનાઈ કરતા પીડિતાએ કહ્યું હતું કે, “મારી મરજી નથી અને મારે આવું કઈ કરવું પણ નથી”. આ સાંભળીને આરોપી યોગેશ ઉશ્કેરાઈ ગયો હતો અને નીચે જઈને લોખંડની પાઇપ લઇ આવી પરિણિતા પર જીવલેણ હુમલો કર્યો હતો.
ત્યારબાદ પીડિતાની હાલત લોહીલુહાણ થઈ જતા આરોપી યોગેશ ત્યાંથી નાસી ગયો હતો. તે જ સમયે પીડિતાએ તેના પતિને ફોન કરીને બોલાવ્યો હતો. જે પીડિતાને રિક્ષામાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મહિલાની ફરિયાદ નોંધી આરોપી યોગેશ વિરૂદ્ધ IPCની કલમ 307, 326, 354(A) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








