નવજીવન ન્યૂઝ. ભાવનગર Bhavnagar Dummy Case: ભાવનગર પોલીસ (Bhavnagar Police) હાલ ડમીકાંડ અને તોડકાંડમાં (Todkand)ની સમાંતર તપાસ કરી રહી છે. ડમીકાંડ (Dummy Kand) ઉજાગર કરવા વાળા યુવરાજસિંહ (Yuvrajsinh Jadeja) ઉપર જ ડમીકાંડના નામ છુપાવવા માટે તોડ કર્યો હોવાના આક્ષેપો થયા હતા. હાલ ભાવનગર પોલીસ દ્વારા યુવરાજસિંહ અને તેમના બંને સાળાની પણ ધાપકડ કરી લેવામાં આવી છે. સાથે જ પોલીસ ડમીકાંડની પણ તપાસ કરી રહી છે જેમાં ગઇકાલ સુધી 32 આરોપીઓને પોલીસે પકડી લીધા હતા, જ્યારે ગત રાત્રિએ ડમીકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ગઇકાલે ભાવનગર પોલીસ દ્વારા ડમીકાંડમાં કલ્પેશ જાની નામના વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તળાજા તાલુકાનાં સથરા ગામનો વતની છે. હાલ પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત અગાઉ પકડાયેલા આરોપીઓ પૈકી 5 આરોપીઓ ગોપાલ લાધવા, ઇકબાલ લોંડીયા, હનીફ લોંડીયા, પ્રવીણ સોલંકી અને ઇન્દ્રજીત ગોહિલના 1 મે સુધીના રિમાન્ડ પણ મંજૂર થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તોડકાંડ મામલે હવે ભાવનગર પોલીસની તપાસ ગાંધીનગર સુધી પહોંચી છે. યુવરાજસિંહ જાડેજાએ 1 કરોડ રૂપિયાનો તોડ કર્યો હતો તેવી માહિતી પોલીસે આપી હતી, બાદમાં પોલીસ દ્વારા યુવરાજસિંહના સાળાઓ અને સાગરીતો પાસેથી અલગ અલગ રીતે લગભગ 75 લાખ જેટલા રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે, પરંતુ બાકીના 25 લાખનું શું થયું તેની તપાસમાં સામે આવ્યું હતું કે, યુવરાજસિંહે ગાંધીનગરના દહેગામમાં જમીનની ખરીદી કરી છે. આ વાતની ખરાઈ કરવા માટે ભાવનગર પોલીસની એક ટીમ ગતરોજ ગાંધીનગર પહોંચી હતી. હવે આજે સંભાવના છે કે ભાવનગર પોલીસ દ્વારા આ વાતની જાહેરાત પણ કરવામાં આવી શકે છે.
TAG : Dummy Kand Bhavnagar Today News, Bhavnagar Dummy Candidate Case, Bhavnagar Police
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








