નવજીવન નવી દિલ્હી: કોરોનાના વધતા જતા કેસો વચ્ચે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને કહ્યું છે કે મેટ્રોના દરેક કોચમાં માત્ર 25 લોકો જ મુસાફરી કરી શકશે. તેમજ કોર્પોરેશન વતી લોકોને વધારાનો સમય રાખવા અપીલ કરવામાં આવી છે. જેથી પ્રવેશને નિયંત્રિત કરી શકાય.
ડીએમઆરસીએ મુસાફરોને જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની સલાહ આપી છે.
ડીએમઆરસીએ ગુરુવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “8 કોચની મેટ્રો ટ્રેન સામાન્ય રીતે લગભગ 2400 મુસાફરોને લઈ જઈ શકે છે. આમાં પ્રત્યેક કોચમાં લગભગ 50 બેઠેલા અને 250 ઉભા મુસાફરોનો સમાવેશ થાય છે. આ પ્રતિબંધો બાદ માત્ર 25 પેસેન્જર હોવાથી દરેક કોચમાં હવે બેસી શકાય છે.”
DMRCએ ટ્વીટમાં કહ્યું, “હવે 8 ડબ્બાની ટ્રેનમાં માત્ર 200 મુસાફરો બેસી શકે છે. આ ટ્રેનની સામાન્ય ક્ષમતાના 10 ટકા કરતા પણ ઓછી છે. તેથી જ્યારે એકદમ જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરો. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, મેટ્રો દ્વારા મુસાફરી માટે વધારાનો સમય રાખો, કારણ કે ગાઈડલાઇન્સના પાલનમાં પ્રવેશને નિયંત્રિત કરવો પડશ. પરિણામે સ્ટેશનોની બહાર કતાર લાગે છે.
અગાઉ, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ મંગળવારે માહિતી આપી હતી કે બેઠક ક્ષમતાના માત્ર 50 ટકા મુસાફરોને ટ્રેનની અંદર પ્રવેશ આપવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ મુસાફરને ટ્રેનમાં ઊભા રહેવા દેવામાં આવશે નહીં.
An 8 coach Metro train can generally carry about 2400 passengers. This comprises of approximately 50 seating passengers and 250 standing passengers per coach. With present restrictions of 50% seating and no standing, each coach can now accommodate only about 25 passengers.
— Delhi Metro Rail Corporation I कृपया मास्क पहनें😷 (@OfficialDMRC) December 30, 2021
DMRC દ્વારા આ જાહેરાત દિલ્હીમાં ઓમિક્રોન વેરિઅન્ટ અને કોરોનાના કેસમાં વધારા વચ્ચે યલો એલર્ટ ઓફ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન અમલમાં આવ્યા બાદ કરવામાં આવી છે. DMRCએ કહ્યું, “712 મેટ્રો ગેટમાંથી માત્ર 444 જ ખુલ્લા રાખવામાં આવશે.”
![]() |
![]() |
![]() |











