Tuesday, May 26, 2026
HomeGujaratAhmedabadવાસણામાં મોલના પાર્કિંગમાં થયેલી હત્યાના બે સગીર આરોપી ઝડપાયા

વાસણામાં મોલના પાર્કિંગમાં થયેલી હત્યાના બે સગીર આરોપી ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: Ahmedabad Crime News: અમદાવાદના વસાણા ખાતે આવેલા રાજયશ મોલમાં સોમવારે પુલ ટેબલ રમતા સમયે સ્ટિક અડી જવા જેવી નજીવી બાબતે હત્યા થયાની ઘટના (Vasna Murder Case) સામે આવી હતી. જે મામલાનો ભેદ વાસણા પોલીસે (Vasna Police)ઉકેલી નાખ્યો છે. જેમાં છરીના ઘા ઝીંકી હત્યા કરનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

સોમવારે વાસણાના રાજયશ મોલમાં થયેલી હત્યાની ઘટનાને પગલે આરોપીઓને શોધવા વાસણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસેને બાતમી મળી હતી કે હત્યાની ગુનાને અંજામ આપનાર આરોપીઓ ફતેહવાડી કેનાલ પાસે ઉભા છે. જે બાતમી અધારે પોલીસે દરોડa પાડી ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ઝડપાયેલા બંને આરોપીઓ સગીર વયના હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ વિરુદ્ઘ IPCની કલમ 302,147,148,323,324 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

- Advertisement -

શું હતો સમ્રગ મામલો

ગત મંગળવારે 5 વાગ્યાની આસપાસ અમદાવાદના બરફની ફેકટરી પાસે આવેલા રાજ યશ મોલમાં એક યુવાન પુલ ટેબલ રમી રહ્યો હતો. તે દરમિયાન બીજા યુવકને સ્ટિક અડી જવા જેવી નજીવી બાબતે માથકૂટ થઈ હતી. જોતજોતમાં મામલો ઉગ્ર બનતા ત્યાં હાજર લોકોએ બંને વચ્ચે સમાધાન કરાવી મામલો થાળે પાડ્યો હતો, જોકે ઉશ્કેરાયેલા યુવકે મિત્રો સાથે પાર્કિગમાં જઈ ફરી મોહંમદ કૈફ નામના યુવાન સાથે બોલાચાલી કરી ગડદાપાટુનો માર માર્યો હતો. જે દરમિયાન એક આરોપીએ પેન્ટના ખિસ્સામાંથી છરી કાઢી મોહંમદ કૈફના પેટના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. જે અંગે વાસણા પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular