Monday, May 25, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં ગેમઝોનમાં સ્ટિક વાગવા જેવી નજીવી બાબતે સરાજાહેર હત્યા, આરોપીઓ ફરાર

અમદાવાદમાં ગેમઝોનમાં સ્ટિક વાગવા જેવી નજીવી બાબતે સરાજાહેર હત્યા, આરોપીઓ ફરાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Crime News: અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે રાજ્યમાં જાણે ગુનેગારોને હવે પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તેવી રીતે બેફામ બન્યા છે. ત્યારે પોલીસના (Ahmedabad Police) સબ સલમાતના દાવા વચ્ચે કાયદો વ્યવસ્થાની સ્થિતિને ઉઘાડી પાડતી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં શહેરના વિશાલા ખાતે આવેલા રાજ યશ મોલના પાર્કિંગમાં નજીવી બાબતને કારણે હત્યા થયાના અહેવાલ મળી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ સાંજે પાંચ વાગ્યાના અરસમાં ત્રણ મિત્રો વિશાલા ખાતે આવેલી બરફની ફેકટરી સામે રાજ યશ રાઈઝ મોલમાં ફિલ્મ જોવા ગયા હતા. ત્યારબાદ ફિલ્મ પૂરી થતા મોલના પ્રથમ માળે આવેલા ગેમઝોનમાં ગેમ રમી રહ્યા હતા. જેમાંથી મોહમંદ કૈફ નામનો યુવક પુલ ટેબલ ગેમ રમી રહ્યો હતો તે દરમિયાન પાછળ ઉભેલા યુવકને સ્ટિક વાગતા આવેશમાં આવેલા યુવકે મોહંમદ કૈફ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.

- Advertisement -

નજીવી બોલાચાલી બાદ મામલો બિચકતા ત્યાં હાજર લોકોએ બંનેને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ મોહંમદ કૈફ પાર્કિગમાં પોતાની બાઈક લેવા ગયો હતો. દરમિયાન માથાકૂટ કરનાર શખ્સે તેના પાંચ મિત્રો બોલાવી કેમ ગેમઝોનમાં મારી સાથે બોલાચાલી કરતો હતો, બહુ પાવર લાગે છે. તેમ કહી ફરી બોલાચાલી કરી હતી. જોકે હાજર રહેલા લોકોએ ફરી સમજાવી સમાધાન કરાવ્યું હતું. પરંતુ આરોપીઓ આટલેથી ન અટકતા પાર્કિગમાંથી વાહન લઈ મોહંમદ કૈફ તેના મિત્ર સાથે બહાર આવી રહ્યો હતો તે દરમિયાન મોહંમદ કૈફ અને રોહાન હુસેનને ગડદાં-પાટુંનો માર માર્યો હતો.

આ મારામારી દરમિયાન રિયાન નામના શખ્સે પેન્ટના ખિસ્સામાંથી છરી કાઢી મોહંમદ કૈફના પેટના ભાગે ઝીંકી દીધી હતી. પેટના મોહંમદ કૈફ છરી વાગતા ઈજાગ્રસ્ત થઈ જમીન પર ઢળી પડ્યો હતો. બાદમાં મહોંમદે લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પર હાજર ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની માહિતી મળતાની સાથે જ વાસણા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

આ બાબતે વાસણા પોલીસ ઇન્સ્પેક્ટર એમ. સી. ચૌધરીએ આરોપી સાહીલ પઠાણ,તલ્હા, રિયાન અને આકીબ વિરુદ્ધ IPC એક્ટ -302,143,147,148, 323, 324 અને GPA એક્ટ -135(1) મુજબ ગુનો દાખલ કરી ફરાર આરોપીની શોધખોળ આદરી છે. હાલ સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર ફરાર હોય પોલીસે ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular