Friday, June 5, 2026
HomeNationalપંજાબમાં અમૃતપાલની ધરપકડ, આસામના ડિબ્રુગઢમાં એજન્સીઓ કરશે પુછપરછ

પંજાબમાં અમૃતપાલની ધરપકડ, આસામના ડિબ્રુગઢમાં એજન્સીઓ કરશે પુછપરછ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ચંદીગઢ: Amritpal Singh Arrested: ખાલિસ્તાન સમર્થ અમૃતપાલસિંહે પંજાબ પોલીસ (Punjab Police) સમક્ષ સરેન્ડર કરતા તેની ધરપકડ કરવામાં આવી છે. અમૃતપાલની ધરપકડ બાદ તેને ડિબ્રુગઢ ખાતે લઈ જવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે છેલ્લા 37 દિવસથી અમૃતપાલ પોલીસ પકડથી દૂર ફરાર થઈ ગયો હતો. ત્યારે આજરોજ સવારે અમૃતપાલે (Amritpal Singh) પંજાબની મોગા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે. અમૃતપાલ પર હત્યા સહિતના કેટલાક નોંધાયેલા છે જેમાં એન.એસ.એસ. પણ લગાવવામાં આવેલ છે.

પોલીસના વરિષ્ઠ અધિકારીએ એક સમાચાર એજન્સી સાથે વાત કરતા કહ્યું હતું કે, ‘પંજાબ પોલીસે અમૃતપાલસિંહની ધરપકડ કરી લીધી છે. તેના પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (એન.એસ.એસ.) લગાવવામાં આવેલ છે.’ પોલીસે અમૃતપાલના સંગઠન ‘વારિસ પંજાબ દે’ના સંગઠન વિરૂધ્ધ મોટી કાર્યવાહી શરૂ કરી હતી. જે બાદથી અમૃતપાલ ફરાર થઈ ગયો હતો અને પંજાબમાં તણાવભરી સ્થિતી પેદા કરવામાં આવી રહી હતી. એવામાં હવે અમૃતપાલ પોલીસના હાથ લાગતા તેને આસામના ડિબ્રુગઢ ખાતે લઈ જવામાં આવ્યો છે. જ્યાં સુરક્ષા એજન્સીઓ તેની પુછપરછ કરશે. આ પુછપરછમાં આઈ.બી.. અને એન.આઈ.એ.ના અધિકારીઓ પણ સામેલ થશે. હાલ માહિતી મળી રહી છે કે અમૃતપાલ સાથે સુરક્ષા કાફલામાં એક DSP કક્ષાના અધિકારીને રાખવામાં આવ્યા છે.

- Advertisement -

પંજાબ પોલીસના આઈ.જી. સુખચૈનસિંહ ગીલે આ મામલે જણાવ્યું હતું કે, અમૃતપાલ વિરૂધ્ધ એન.એસ.એ. હેઠળ વૉરંટ જાહેર કરવામાં આવ્યા હતા, માટે હવે તેની ધરપકડ પણ એન.એસ.એ.ની જોગવાઈ હેઠળ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે ‘અમે ઑપરેશન ચલાવી સવારે 6:45 વાગ્યે અમૃતપાલને ઝડપી પાડ્યો હતો. આ ઑપરેશન દરમિયાન પંજાબના લોકોએ શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખી હતી માટે અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ.’

ખાલિસ્તાની સમર્થક અને વારિસ પંજાબ દે સંગઠનના વડા અમૃતપાલને પંજાબ પોલીસ છેલ્લા 37 દિવસથી શોધી રહી હતી. દરમિયાન પંજાબ પોલીસે કેટલાય સ્થળો પર દરોડા કર્યા હતા પરંતુ અમૃતપાલને ઝડપવામાં સફળતા મળતી ન હતી. ત્યારે સર્ચ ઑપરેશન ચલાવાઈ રહ્યું હતું. આ ઘટનાક્રમ વચ્ચે એવી પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે અમૃતપાલ વિદેશ ભાગી જવાની ફિરાકમાં છે. એવામાં અમૃતપાલની બાતમી આપનાર માટે ઈનામની પણ જાહેરાત પંજાબ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબ પોલીસને અમૃતપાલની લીંક ISI સાથે હોવાના સંકેત મળતા પંજાબ અને કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ હતી. તપાસ એજન્સીને આશંકા છે કે અમૃતપાલને વિદેશથી ભંડોળ મળી રહ્યું છે. તેમજ અમૃતપાલ પંજાબનું ધર્મના આધારે વિભાજન કરવા માટે પ્રયાસ કરી રહ્યો છે. ઉપરાંત હિંસક ખાલિસ્તાની ચળવળના ભિંડરાનવાલા જેવો ખેલ પંજાબમાં ફરી થાય તેવી આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી હતી. ત્યારે હવે જોવું રહ્યું કે તપાસ એજન્સીઓ અમૃતપાલ વિરુધ્ધ કેવી કાર્યવાહી કરે છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular