નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat Heart Attack News: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ક્યારેક રમતા-રમતા, જીમમાં કસરત કરતાં અને શાંતિથી બેઠેલા લોકોને અચાનક હાર્ટ એટેક આવતા મોતને ભેટ્યા હોય તેવા બનાવ અગાઉ સામે આવી ચૂક્યા છે. ત્યારે એક વધુ હાર્ટ એટેકનો બનાવ સામે આવ્યો છે. રાજસ્થાનના વેપારી સુરતમાં (Surat) બાઈક પર બેસીને જઈ રહ્યા હતા, તે સમયે ચાલુ વાહનને હાર્ટ એટેક (Heart Attack) આવતા વેપારીનું મોત (Trader Died) નિપજ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી યુવાનો અને આધેડ વયના લોકોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે ચિંતાનો વિષય બની રહ્યો છે.
આ પણ વાંચો : રસ્તામાં અચાનક જ બેભાન થઈ જતા સુરતમાં યુવાનનું મોત
પ્રાપ્ત વિગત અનુસાર, રાજસ્થાનના 42 વર્ષીય વેપારી કાનજીસિંહ રાજપુરત ત્રણ દિવસ પહેલા જ સુરતમાં આવ્યા હતા. કાનજીસિંહ સુરતમાંથી કાપડની ખરીદી કરીને રાજસ્થાનમાં વેપાર કરતાં હતા. જેના માટે તેઓ સુરત આવ્યા હતા. ખરીદી કરવા માટે નીકળ્યા ત્યારે કાનજીસિંહ બાઈક પાછળ સવાર હતા તે દરમિયાન સુરતના ખટોદરા વિસ્તાર પાસે અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેમનું મોત નિપજ્યું હતું. કાનજીસિંહનું અચાનક મોત થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ વેપારીના મોતનું સાચું કારણ સામે આવી શકશે. હાલ તો વેપારીને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હોવાનું અનુમાન લગાવમાં આવ્યું છે.
વધુ વાંચો : ક્રિકેટ રમતા વધુ એક યુવાનનુ હાર્ટ એટેકથી મૃત્યુ, સુરતમાં યુવક ફિલ્ડીંગ કરતા ગ્રાઉન્ડમાં ઢળી પડયો
સુરતમાં ગયા અઠવાડિયે પણ એક હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો હતો. નવજાત બાળકની છઠ્ઠીનો પ્રસંગ ચાલી રહ્યો હતો. તે દરમિયાન બાળકના જન્મની ખુશીમાં બાળકના પિતા મસ્તીમાં નાચી રહ્યા હતા. તે દરમિયાન તેમણે અચાનક ઢળી પડ્યા હતા. જોકે પરિવારજનોએ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જતાં ટૂંકી સારવાર બાદ બાળકના પિતાનું મોત નિપજ્યું હતું.
Tag: Surat News, Surat Heart Attack
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








