Friday, September 4, 2026
HomeNationalISROએ સિંગાપોરના બે ઉપગ્રહ TeleOS-2 અને Lumilite-4 લોન્ચ કર્યા, જાણો શું છે...

ISROએ સિંગાપોરના બે ઉપગ્રહ TeleOS-2 અને Lumilite-4 લોન્ચ કર્યા, જાણો શું છે ખાસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ PSLV-C55 રોકેટ દ્વારા શનિવારે બપોરે બે સિંગાપોરના ઉપગ્રહો TeleOS-2 અને LumiLite-4 સફળતાપૂર્વક લોન્ચ કર્યા. આ ઉપગ્રહોને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી પૃથ્વીની નીચલી કક્ષામાં મૂકવામાં આવ્યા હતા. POEM પણ આ બે ઉપગ્રહો સાથે ઉડાન ભરશે. POEM અંતરિક્ષના શૂન્યાવકાશમાં કેટલાક પરીક્ષણ કરશે. પીએસએલવીની આ 57મી ઉડાન હતી.

તમને જણાવી દઈએ કે, આ મિશનને TeleOS-2 મિશન નામ આપવામાં આવ્યું છે. આ પ્રક્ષેપણ સાથે, ભ્રમણકક્ષામાં મોકલવામાં આવેલા વિદેશી ઉપગ્રહોની કુલ સંખ્યા વધીને 424 થઈ ગઈ છે.

- Advertisement -

POEM શું છે

POEM નું આખું નામ PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ છે. PSLV એ ચાર તબક્કાનું રોકેટ છે. તેના ત્રણ તબક્કા સમુદ્રમાં પડે છે. છેલ્લો એટલે કે ચોથો તબક્કો, જેને PS4 પણ કહેવામાં આવે છે, ઉપગ્રહને તેની ભ્રમણકક્ષામાં પહોંચાડ્યા પછી, અવકાશમાં જ રહે છે. હવે આના ઉપર પ્રયોગ કરવા માટે POEM નો ઉપયોગ કરવામાં આવશે. આ ચોથી વખત કરવામાં આવી રહ્યું છે.

Lumilite-4 શું છે

તે સિંગાપોરની ઇન્ફોકોમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરના સેટેલાઇટ ટેક્નોલોજી અને રિસર્ચ સેન્ટરની ભાગીદારીમાં બનાવવામાં આવ્યું છે. તેનો હેતુ સિંગાપોરની ઈ-નેવિગેશન મેરીટાઇમ સલામતીને વધારવા અને વૈશ્વિક શિપિંગ સમુદાયને લાભ આપવાનો છે. તે 16 કિલોનો ઉપગ્રહ છે.

TeleOS-2 શું છે

તે એક ટેલી કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. સિંગાપોર સરકારે તેને ત્યાંના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓની મદદથી તૈયાર કર્યું છે. તેનું વજન 741 કિલો છે. તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધિત માહિતી આપશે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular