નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Talati Exam Update Gujarat 2023 : ગુજરાતમાં જેવી રીતે છેલ્લા કેટલાક સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ફૂટવાની (Paper Leak) અને પરીક્ષામાં ગેરરીતિ થવાની ઘટનાઓ જોવા મળી રહી છે, તેને ધ્યાનમાં રાખીને હવે તંત્ર આગામી પરીક્ષાઓને લણે સતર્કતા દાખવી રહ્યું છે. તાજેતરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા(Junior Clerk Exam) કોઈ પ્રકારની ગેરરીતિ વગર સંપન્ન થઈ છે, ત્યાર બાદ હવે તલાટીની પણ પરિક્ષાની (Talati Exam Date Gujarat 2023) સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં આગામી 7મેના રોજ તલાટીની પરીક્ષા યોજવવાની છે, જેને લઈને હવે તંત્ર સતર્ક થઈ ગયું છે. પંચાયત પસંદગી મંડળની (GPSSB) જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ જેવી રીતે કોઈ પણ પ્રકારની ગેરરીતિ વગર પૂર્ણ થઈ, તેવી જ રીતે હવે તલાટીની પરીક્ષા પણ કોઈ પણ પ્રકારની ગેરરીતિ વગર પૂર્ણ થાય તે અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે તલાટીની પરીક્ષામાં સત્તાવાર ઉમેદવારોની પણ જાહેરાત કરવામાં આવી છે. 7મેના રોજ તલાટીની 3437 જગ્યા માટે 8 લાખથી પણ વધુ ઉમેદવારો પરીક્ષા આપશે.
ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે (IPS Hasmukh Patel)મહત્વની માહિતી આપતા જણાવ્યું હતું કે, “આજે સંમિતપત્રક ભરવાનો અંતિમ દિવસ હતો જે સવારે 11 વાગ્યે પૂર્ણ થઈ ચૂક્યો છે, અત્યાર સુધીના મળી રહેલા આંકાડા મુજબ 17 લાખ ઉમેદવારો માંથી માત્ર 8 લાખ 65 હજાર જેટલા ઉમેદવારો સંમિત પત્રક ભરી પરીક્ષા આપવાની તૈયારી દર્શાવી છે. જે લોકોએ સંમિતપત્રક ભર્યુ નથી તેમની ફી પરત મળશે નહીં, કારણ કે અમે પરીક્ષા આપવામાં માટે ઉમેદવારોને વિકલ્પ ખુલ્લો આપ્યો હતો. ઉમેદવારોએ જાતે વિકલ્પ જતો કર્યો છે, એટલે એમને ફી પાછી આપવાની રહેતી નથી. જે ઉમેદવારે સંમિત પત્રક ભર્યું હશે તે પરીક્ષા આપી શકશે અને કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. જેમા માટે અગાઉની પરીક્ષા માફક જ સુચારુ અને સઘન વ્યવસ્થા વચ્ચે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.”
ડમી ઉમેદવારને લઈ શું કહ્યું જાણો
હસમુખ પટેલે ડમી ઉમેદવારોને (Dummy Candidate) લઈને જણાવ્યું કે, “બોર્ડમાં ગેરરિતી મામલે જે કંઇ માહિતી મળશે તેમા ત્વરિત પગલા લેવામાં આવશે. ભૂતકાળમાં પણ બોર્ડની પરીક્ષા અંદર ડમી ઉમેદવારોએ ભાગ લીધો હોય તેની માહિતી હોય તો નિસંકોચ જણાવવા અપીલ કરાઈ છે. તેમજ ગેરિરીત મામલે જાણ કરનારા વ્યકિતએ ભરતી બોર્ડને સાચી ઓળખ આપવી પડશે. જેથી કોઈ પણ વ્યક્તિ કોઈની વિરુદ્ઘમાં ખોટા આક્ષેપ કરી શકે નહી તે બાબતે તકેદારી રાખી શકાય. જે વ્યકિત જાણ કરશે તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. માહિતી આપનારની ઓળખ ગુપ્તા રાખવાનું કારણ એ છે કે લોકો નિર્ભય થઈને ગેરરિતી થતી અટકાવવા માટે તંત્રને મદદ રૂપ બની શકે. માહિતી અધૂરી પણ હોય તો આપવા અપીલ કરવામાં આવી છે. જેને લઈ તેમાં વધુ તપાસ કરી ગેરરિતી થતી અટકાવી શકાશે. તેમણે ડમી ઉમેદવાર અને લેભાગુ એજન્ટોને સમજી જવા ચિમકી ઉચ્ચારી હતી. જે કોઈ વ્યક્તિ ગેરરિતી કરતો પકડાશે તો નવા કાયદા મુજબ તેને સજા કરવામાં આવશે.
TAG: unemployment in Gujarat, Talati Exam Date Gujarat 2023
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








