Tuesday, June 23, 2026
HomeGujaratઅરવલ્લીઃ મોડાસામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો

અરવલ્લીઃ મોડાસામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અરવલ્લીઃ Aravalli News: અરવલ્લી જિલ્લાના મોડાસામાં (Modasa) ફટાકડાના ગોડાઉનમાં ભયંકર આગ (Fire in Crackers Godown) લાગવાની ઘટના સામે આવી છે. ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. જોકે ગોડાઉનમાં આગ લાગ્યા બાદ કેટલાક શ્રમિકો ફસાયા હોવાની ચર્ચા સામે આવી છે. આગ લાગવાની ઘટના બનતા ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર આવીને આગ બૂજાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. આગના વિકરાળ સ્વરૂપને જોઈ ફાયર વિભાગ (Fire Department) દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, અરવલ્લી જિલ્લામાં મોડાસા-હિંમનગરના લાલપુરકંપા વિસ્તારમાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો. જોત જોતામાં આગ એટલી પ્રસરી ગઈ કે આખું ફટાકડાનું ગોડાઉન ભડકે બળી ગયું હતું અને તેમાં રહેલા ફટાકડા વિસ્ફોટની જેમ ફુટવા લાગ્યા હતા. ઘટનાને પગલે ફટાકડાનો અવાજ 10 કિલોમીટર સુધી સંભળાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. સાથે જ ફટાકડા ફુટતાં ધોળા દિવસે આકાશમાં રોશની જેવો માહોલ જોવા મળ્યો હતો.

- Advertisement -

ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા મોડાસા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરવો પડ્યો હતો. સાથે જ બેકાબૂ બનેલી આગ કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ભર બપોરે ફટાકડાના ભડાકાના અવાજ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આગના કારણે દૂર-દૂર સુધી આગના ગોટા નજરે પડી રહ્યા હતા. ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ પણ આગ પર કાબુ મેળવવા મુશ્કેલી બની રહી છે.

ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા ગોડાઉનની પાસેથી પસાર થતો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો. રસ્તો બંધ કરવામાં આવતા વાહનવ્યવહાર અટવાયો હતો અને ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાયા હતા. આગને ધ્યાનમાં લઈને ગાંધીનગર અને હિંમતનગર ફાયર વિભાગને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. પરંતું સ્પાર્ક કે ગરમીના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા હાલ 4 શ્રમિકોના મોત નિપજ્યા હોવાની વિગત સામે આવી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular