નવજીવન ન્યૂઝ. સુરત: Surat Crime News: ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં ક્રાઈમની ઘટનાઓમાં વધારો (Crime increase in Surat) થઈ રહ્યો છે. અપહરણ (Kidnapping) અને દુષ્કર્મના બનાવોમાં આરોપીને સજા તો થઈ જાય છે પરંતુ આ ઘટનાના પરિણામ પરિવારે કઇ હદ સુધી ભોગવવા પડે તેનો એક વિકૃત કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પતિએ એક સગીર વયની છોકરીને ભગાડી લઈ ગયા બાદ દુષ્કર્મ આચર્યું હતુ. જે ઘટનાની સગીરાની માતાએ પોલીસ (Surat Police) ફરિયાદ કરતા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. પરંતુ તેનો ખાર રાખી આરોપીની પત્નીએ તે જ સગીર પીડિતાનું અપહરણ કરીને વિકૃતિની હદ વટાવી સગીરાના ગુપ્તાંગમાં એવી સખત હાનિ પહોંચાડી કે રૂંવાડા ઉભા થઈ જાય.
સુરતના સીમાડા નાકા પાસે રહેતી એક 35 વર્ષિય મહિલા કે જે ફ્રુટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેની 12 વર્ષની સગીર પીડિતાને ગત 11 એપ્રિલના રોજ ઉમેશ વશરામ ઉગરેયા નામના વ્યક્તિએ ફોંસલાવી ભગાડી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. પીડિતાની માતાએ તે અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેને ઝડપી લઈ ઉમેશને અપહરણ અને દુષ્કર્મના આરોપસર જેલ હવાલે કર્યો હતો. જો કે પીડિતાએ ઘરે જવાની ના પાડતા તેને ચિલ્ડ્રન હોમમાં મોકલી આપવામાં આવી હતી. મહત્વની વાત છે કે દીકરીને ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર બીજું કોઈ નહી પરંતુ તે પીડિતાની માતાની મોટી દીકરીની નણંદનો પતિ હતો.
જાહેરમાં પીડિતાનું કર્યું અપહરણ
ગતરોજ ચિલ્ડ્રન હોમમાંથી પીડિતાનો કબજો મેળવી તેની માતા દીકરા અને દીકરી સાથે રાંદેરથી કામરેજ પરત ફરી રહી હતી. દરમિયાન આરોપી ઉમેશની પત્નીએ પતિ સાથે પીડિતાના સબંધોનો ખાર રાખી પોતાની બહેન અને માતા સહિત 4 મહિલાઓએ પીડિતાનું અપહરણ કરી નુકસાન પહોંચાડવાનો કારસો ઘડ્યો હતો.
નજર સમક્ષ દિકરીનું અપહરણ
જેમાં સગીર પીડિતા જ્યારે પોતાની માતા અને ભાઈ સાથે રીક્ષામાં જઈ રહી હતી ત્યારે તેને આંતરી 4 મહિલાઓની ટોળકીએ તેણીનું અપહરણ કર્યું હતું. અપહરણ સમયે આરોપી મહિલાઓએ પીડિતાની માતા અને ભાઈને રીક્ષામાંથી નીચે ઉતારી દીધા હતા. અને પીડિતાને અપહરણ કરી લસકાણાથી ભાથીજી મંદિરની સામે સ્થિત આહીવાસમાં લઈ ગયા હતા. અપહરણ સમયે પીડિતાની માતા સતત આજીજી કરી પોતાની દિકરીને છોડાવવા પ્રયાસો કરી રહી હતી. પરંતુ અપહરણકારી મહિલાઓએ માતાની નજર સમક્ષ જ પીડિત સગીરાનું અપહરણ કરી લીધું હતું.
પીડિત સગીરાના ગુપ્તભાગે પહોંચાડી ઈજા
ઉમેશની પત્ની સગીરાનું અપહરણ કરી અપહરણકારી મહિલાઓ તેણીને અન્ય યુવતીના ઘરે લઈ ગયા હતા. જ્યાં આરોપી મહિલાઓએ પોતાની હેવાનિયતની હદ વટાવી દેતા પીડિતાને ઢોર માર માર્યો હતો. બાદમાં પીડિતાને નિર્વસ્ત્ર કરી તેના ગુપ્તાંગના ભાગે મરચાની ભૂકીવાળું પાણી નાખ્યું હતું. આ વાત આટલેથી જ નહીં અટકતા આરોપીઓએ પીડિતાના ગુપ્તાંગના અને જાંધના ભાગે ગરમ સાણસીથી ડામ દીધા હતા. આરોપી મહિલાઓએ પીડિતા સાથે અમાનવીય કૃત્ય આચરતા પીડિતા એટલી ગંભીર ઘાયલ થઈ હતી કે તે ચાલી પણ શકતી ન હતી. આરોપીઓએ યુવતીને અધમૂઈ કરી બાદમાં રીક્ષામાં બેસાડી વાલક પાટિયા પાસે ઉતારી દીધી હતી. સાથે જ પીડિતાને ધમકી આપી હતી કે જો પોલીસને જાણ કરીશ તો જાનથી મારી નાખીશું.
2 મહિલાની ધરપકડ
દિકરીનું અપહરણ થઈ જતા વલોપાત કરતી માતા તેને શોધી રહી હતી. દરમિયાન માતાને પીડિત દિકરી વાલક પાટિયા નજીકથી રડતી હાલતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી મળી આવી હતી. પીડિતાએ સમગ્ર આપવિતી માતા સમક્ષ રજૂ કરતા માતાએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે આ મામલે ગુનો આચરનાર મહિલા આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે 2 આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય આરોપી મહિલાઓની હાલ શોધખોળ ચાલી રહી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.
TAG: Surat News, Increase crime in Surat, Surat Crime News
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








