Tuesday, June 23, 2026
HomeNationalલગ્ન સમારોહમાં લાઈટ ગૂલ થતાં વર-વધુ સાથે બન્યું એવું કે કાળજું કંપી...

લગ્ન સમારોહમાં લાઈટ ગૂલ થતાં વર-વધુ સાથે બન્યું એવું કે કાળજું કંપી ઉઠે…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. છત્તીસગઢ: Chhattisgarh News: એક તરફી પ્રેમમાં પડેલા લોકો ઘણી વાર ખોટા પગલાં ભરી લેતા હોય તેવા ઘણા કિસ્સા આપણે જોયા છે. પ્રેમનો સ્વીકાર ન થતાં સનકી માણસો દરેક હદ પાર કરી દેતા હોય છે. ત્યારે ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં એક તરફી પ્રેમી યુવતી પર કંઈ હાથ ન આવે તો એસિડ અટેક કરીને યુવતીની જિંદગી બરબાદ કરી નાખતા હોય છે. આવી જ એક એસિડ અટેકની વિચિત્ર ઘટના છત્તીસગઢમાંથી (Chhattisgarh) સામે આવી છે. જેમાં એક લગ્ન સમારોહમાં (wedding) અંધારાનો લાભ લઈ અજાણ્યા યુવકે એસિડ હુમલો (Acid Attack) કર્યો જેમાં વર-વધુ સહિત 12 લોકો ઈજાગ્રસ્ત બન્યા છે.

આ ઘટના છત્તીસગઢના બસ્તરમાં બની છે. બસ્તરના અમાબલમાં ગતરોજ એક લગ્ન સમારોહનું આયોજન હતું. જેમાં સાંજે 7.00 વાગ્યાના અરસામાં અચાનક લાઈટ જતી રહી હતી. તે દરમ્યાન વર-વધુ સહિત લગ્નમાં હાજર તમામ લોકો ગભરાઈ ગયા હતા અને અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. લાઈટ આવતા જોયું તો લોકોના પગ નીચેથી જમીન સરી પડી હતી. અંધારાનો લાભ લઈ એક યુવક વર-વધુ પર એસિડ ફેંકીને ફરાર થઈ ગયો હતો. જો કે આ ઘટનામાં વર-વધુની આસપાસના 12 લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા.

- Advertisement -

આ ઘટનામાં ગંભીર રીતે દાઝેલા વર-વધુ સહિતના 12 ઈજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે ભાનપૂરી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેઓને જગદલપુરની મહારાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

આ ઘટનાની જાણ થતા પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની તપાસ હાથ ધરી દીધી છે. હજુ સુધી આ અકસ્માતનું કારણ સામે નથી આવ્યું. ઘટના સમયે અંધારુ હોવાથી કોણે આ કરતૂત કરી તે પણ કોઈ જાણી શક્યું નથી.

ઉલ્લેખનીય છે કે, 3 એપ્રિલના રોજ લગ્ન સમારોહમાં હોમ થિયેટરમાં બ્લાસ્ટની ઘટના બની હતી. જેમાં વરરાજા અને તેના ભાઈનું મોત નિપજ્યુ હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, દુલ્હનના પૂર્વ બોયફ્રેન્ડે હોમ થિયેટરમાં બોમ્બ મૂકીને ગીફ્ટ કરી હતી. ત્યારે આ એસિડ અટેકની ઘટનામાં પણ મુખ્ય ટાર્ગેટ વર-વધુ હોવાથી પ્રેમ-પ્રકરણની શંકાઓ સેવાઈ રહી છે. ત્યારે પોલીસ તપાસમાં જ આ રહસ્યમયી ઘટના પરથી પડદો ઉઠશે તે હવે જોવું રહ્યું.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular