નવજીવન ન્યૂઝ. ગીર ગઢડા: Gir Lion Video Viral: વિશ્વમાં એશિયાટિક સિંહ એક માત્ર સ્થળ ગીર સોમનાથ (Gir Somnath) અને જૂનાગઢના (Junagadh) જંગલમાં જોવા મળે છે. માટે સિંહ જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ બારેમાસ આતુર રહેતા હોય છે. પરંતુ પ્રવાસીઓની ઉત્કંઠાને કેટલાક લેભાગું તત્વોએ ધંધો બનાવી ગેરકાયદેસર ‘લાયન શો’ (Lion Show) ની પ્રવૃત્તિ શરૂ કરી છે. જેના કારણે જંગલ અને પ્રાણીઓને ભારે નુકશાન થઈ રહ્યું છે. ત્યારે વન વિભાગ દ્વારા બે એવા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જે મરઘીનું માંસ લઈ સિંહને લલચાવી ગેરકાયદેસર સિંહ દર્શન કરાવતા ઝડપી પાડ્યા છે.
મળતી વિગતો અનુસાર, ગીર સોમનાથના ગીર ગઢડાના બાબરીયા વિસ્તારમાંથી વહેલી સવારે કેટલાક શખ્સો ગેરકાયદેસર ‘લાયન શો’ કરી રહ્યા હતા. સાજીદ અલ્તાફ અને ઈલ્યાસ અદ્રેમાન હોથ નામવાળા આરોપીઓ મરઘીના માંસને હાથમાં રાખી સિંહને લલચાવી રહ્યા હતા અને લાલચમાં સિંહ તેની પાછળ-પાછળ જઈ રહ્યો હતો. આમ ટૂંકમાં કહીએ સિંહને લાલચ આપી લાયન શો કરી સરકસની માફક ખેલ કરી રહ્યા હતા. જે બાબતનો એક આરોપીનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે હાથમાં માંસ રાખી સિંહને બતાવી લલચાવી રહ્યો છે અને સામે ઉભેલો વ્યક્તિ આ ઘટનાનો ફોટો વીડિયો બનાવી રહ્યો છે.
આ માહિતી ગીર પશ્ચિમ વિભાગ જુનાગઢના નાયબ વન સંરક્ષકની ટીમને મળતા ટીમે કોમ્બિંગ શરૂ કર્યું હતું. દરમિયાન બાબરીયા અને જામવાળા રેન્જમાં કોમ્બિંગ કરવામાં આવતા માહિતી મળી હતી કે ધ્રુબક વિસ્તારમાં લાયન શો ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું.

ગીર જંગલ વિસ્તાર આસપાસના ગામડાઓમાં તેમજ ખેતરમાં સિંહો શિકારની શોધમાં કાયમી જોવા મળતા હોય છે.પણ અમુક લોકો દ્વારા બહારથી આવતાં પર્યટકો આ સિંહો જોવા માટે પૈસા ખર્ચ કરવા તૈયાર હોય છે અને સિંહ નો ગેરકાયદેસર લાયન શો કરનાર લોકો સિંહોને અવનવી રીતે લલચાવીને પર્યટકોને સિંહ બતાવતા હોય છે. આવા બનાવોને રોકવા માટે વન તંત્ર સજાગ રહીને કામ કરતું હોય છે અને બાતમી મળતાં આવી પ્રવૃત્તિ કરનારને પકડી પાડતી હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વીડિયો બે વર્ષ પહેલાનો છે પરંતું હાલ આ વીડિયો વનવિભાગના ધ્યાને આવતા ગતરોજ 19 એપ્રિલના રોજ વીડિયોને લઈને કાર્યવાહી કરવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








