Saturday, June 6, 2026
HomeGeneralઆ તો કેવી સલામત સવારી! જામનગરમાં ચાલુ બસે મુસાફર નીચે પડ્યા, જૂઓ...

આ તો કેવી સલામત સવારી! જામનગરમાં ચાલુ બસે મુસાફર નીચે પડ્યા, જૂઓ વીડિયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જામનગરઃ Jamnagar News: સલામત સવારી એસ.ટી. બસ અમારી આવા દાવા કરતી એસ.ટી.ની (GSRTC) ગંભીર બેદરકારી સામે આવી છે. જામનગરની (Jamnagar) આ ઘટના પરથી સમજી શકાય છે કે એ.ટી.ની સવારી કેટલી સલામત છે. જેમાં ચાલુ બસમાંથી બે મુસાફર વિદ્યાર્થીઓ (Bus Incident) જમીન પર પટકાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોડિયાથી જામનગર આવી રહેલી એસ.ટી. બસ જામનગરના ગુલાબનગર પાસે પહોંચતા એક સ્પીડબ્રેકર આવ્યું હતું. સ્પીડ બ્રેકર આવતા બસ ડ્રાઈવરે બ્રેક મારતા અચાનક બસની પાછળના ભાગે રહેલો કાચ તૂટી ગયો હતો અને પાછળ બેસેલા બે વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા હતા. બસનો કાચ તૂટવાનો અવાજ આવતા જ ડ્રાઈવરે બસ ઊભી રાખી દીધી હતી. સાથે જ આસપાસના રાહદારીઓ પણ વિદ્યાર્થીઓની મદદે દોડી આવ્યા હતા.

- Advertisement -

સમગ્ર બનાવ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયો છે. વિદ્યાર્થી બસમાંથી નીચે પડ્યા તે સમયે પાછળથી અન્ય કોઈ મોટુ વાહન ન આવતું હોવાના કારણે બંને વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો. સી.સી.ટી.વી.માં જોઈ શકાય છે કે, વિદ્યાર્થીઓ બસમાંથી પડ્યા બાદ રોડની એક તરફ જતાં રહે છે. વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે જી.જી .હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બંને વિદ્યાર્થીઓના હાથમાં ઈજાઓ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને વિદ્યાર્થીઓ બસમાંથી કેવી રીતે પડ્યા તે અંગે એસ.ટી. વિભાગ અને પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular