નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથઃ Gir Somnath News: રાજ્યમાં રોજ-બરોજ અનેક માર્ગ અકસ્માતના (Road Accident) અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે કોડીનાર થી હરિદ્વાર યાત્રાએ (Kodinar to Haridwar Yatra) જતી બસનો અકસ્માત (Bus Accident)થયો હોવાની માહિતી સામે આવી છે. આ અકસ્માતમાં યાત્રીઓ ઈજાગ્રસ્ત થતાં 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઉપરાંત યાત્રાએ જતી બસનો અકસ્માત થતાં યાત્રીકોને અધવચ્ચેથી જ પાછું ફરવું પડ્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર, કોડીનાર તાલુકાના અલગ-અલગ ગામ્ય વિસ્તારની મહિલા અને પુરુષો સહિત 40 જેટલા યાત્રાળુંઓ હરિદ્વાર યાત્રા માટે નિકળ્યાં હતાં. કોડીનાર થી હરિદ્વાર યાત્રાએ જતા ઝુડવડલીના પાટીયા નજીક ટ્રાવેલ બસના સ્ટેયરીંગની ચોકડી તૂટી જતાં બસનો અકસ્માત સર્જાયો હતો અને બસ રસ્તાની સાઈડમાં 100 ફુટ જેટલા દૂર ખેતરમાં જઈને ખાબકી હતી.
હરિદ્વાર જતી બસ ખેતરમાં ખાબકતા તમામ યાત્રાળુઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં વૃદ્ધ મહિલાઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જ્યારે ત્રણ મહિલાઓને હાથ અને પગમાં ઈજાઓ પહોંચી હતી. જેથી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે ઉના સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. સાથે જ બસનો અકસ્માત થયો હોવાની જાણકારી યાત્રિકોના પરિવારજનોને કરવામાં આવતા પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. આ હરિદ્વાર યાત્રા જતી બસનો અકસ્માત થતાં તમામ યાત્રાળુંઓ પોતાના ઘરે પરત ફર્યા હતા.
જ્યારે આ અકસ્માતમાં વૃદ્ધા સવિતાબેન પરમાર અને ગંગાબેન પરમાર (રહે. કાજ તા. કોડિનાર)ને ઈજા પહોંચી હતી. ત્યારે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સના ધવલ ભટ્ટ તેમજ નારણ બાંભણીયાએ ઘટના સ્થળે પહોંચી બન્ને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઉના હોસ્પિટલે સારવાર અર્થે ખસેડ્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








