Wednesday, June 24, 2026
HomeGujaratRajkotરાજકોટમાં મોબાઈલની દુકાનમાં બ્લાસ્ટ થવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો, મહિલા સહિત 3ની ધરપકડ

રાજકોટમાં મોબાઈલની દુકાનમાં બ્લાસ્ટ થવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો, મહિલા સહિત 3ની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot Blast News: હાલમાં દરેક ધંધામાં હરીફાઇ જોવા મળતી હોય છે. ધંધાની હરિફાઈમાં આર્થિક નુકશાન પહોંચાડવા માટે લોકો કેટલી હદ સુધી પહોંચી શકે તેની કલ્પના પણ ન કરી શકો તેવો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટના (Rajkot) ગુંદાવાડી વિસ્તારમાં તાજેતરમાં એક મોબાઈલની દુકાનમાં બ્લાસ્ટ (Mobile Shop Blast) સાથે આગ લાગ લાગવાની ઘટના સામે આવી હતી. ધંધાની હરિફાઈમાં આરોપીએ હરિફની દુકાનમાં ટાઈમર બોમ્બ ભુક્યો હોવોનો ઘટસ્ફોટ સામે આવ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટ જિલ્લામાં ગત 7 તારીખે ગુંદાવાડી પોલીસ (Rajkot Police) ચોકી નજીક આવેલી ગુજરાત મોબાઈલ એસેસરીઝ નામની દુકાનમાં બ્લાસ્ટ સાથે આગની ઘટના સામે આવી હતી. દુકાનમાં થયેલા બનાવમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જ્યારે રાજકોટ FSLના પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારી વિગત સામે આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે દુકાનમાં દેશી બોમ્બ બનાવીને મોબાઈલની દુકાનમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ભોગ બનાર અને આરોપી બંને રાજસ્થાનના વતની છે અને બંને એક જ વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ઉપરાંત બંને વ્યક્તિઓ ભાડાની દુકાનમાં ધંધો કરતાં હતા. ભવારામ ચૌધરીએ કાલારામ ચૌધરીનો ધંધો છીનવી લીધો હોવાનું માનીને કાલારામ ચૌધરીએ ટાઈમર બોમ્બ મુકીને દુકાનમાં નુકશાન પહોંચડવાનો પ્લાન બનાવ્યો હતો. ગત 7 તારીખે દુકાનમાં આગ સાથે બ્લાસ્ટ થતાં ફાયર બ્રિગેડનો કાફલો અને ભક્તિનગર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે FSL ટીમની પણ મદદ લેવામાં આવી હતી.

દુકાનમાં બનેલી બ્લાસ્ટની ઘટનામાં FSLની તપાસમાં સામે આવ્યું હતું કે, એક અજાણી મહિલા પાસે એક થેલીમાં રમકડાની કારમાં બેટરી હતી. આ બેટરી લિક્વિડના સંપર્કમાં આવતા બ્લાસ્ટ થયો હતો અને દુકાનમાં આગ લાગી હતી. મહિલાની થેલીમાં કોઈ વિસ્ફોટક પદાર્થ ન હતો. આ રમકડાની કારના ટુકડાની તપાસ અર્થે ગાંધીનગર પણ મોકલવામાં આવશે. મહિલા દુકાનમાં મોબાઈલની એસેસરીઝ લેવાની વાતચીત કરીને પાર્સલ થોડીવાર માટે દુકાનમાં રાખવાનું કહીને મહિલા જતી રહી હતી. ત્યાર બાદ દુકાન બંધ કરવાના સમય સુધી મહિલા ન આવતા રમકડાની થેલી દુકાનમાં જ રાખી દીધી હતી.

સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સપેક્ટર બી. ટી. ગોહીલ અને તેમની ટીમ દ્વારા બસ સ્ટેન્ડ નજીક મોબાઈલની દુકાન ચલાવનાર કાલારામ ઉર્ફે કલ્પેશ ચૌધરી, શ્રવણ ચોધરી અને ડોલી પરમાર નામની મહિલાની અટકાયત કરીને પુછપરછશરૂ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, આરોપીએ મહિલાને રમકડાના માધ્યમથી ધંધાકીય હરીફાઈની થતી વાતો સાંભળવી છે તેવું કહીને મહિલાને રમકડાનું પાર્સલ મુકવાનું જણાવ્યું હતું.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular