Friday, June 5, 2026
HomeGeneralભેજાબાજ ચોર! રાજકોટમાં કાકા-ભત્રિજાને અલગ રૂમમાં બંધ કરી તસ્કરોએ કર્યો હાથ ફેરો

ભેજાબાજ ચોર! રાજકોટમાં કાકા-ભત્રિજાને અલગ રૂમમાં બંધ કરી તસ્કરોએ કર્યો હાથ ફેરો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Crime News: તસ્કરો ચોરી (Robbers Robbed) કરવા માટે જોરદાર ભેજા લગાવી કામ પાર પાડતા હોય છે. આવા જ ભેજાબાજ ચોરની ઘટના રાજકોટ શહેરમાં (Rajkot City)જોવા મળી છે. જેમાં રાત્રિના સમયે ઘરમાં ઘુસી તસ્કરે કાકા-ભત્રીજાને અલગ-અલગ રૂમમાં બંધ કરી દઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરીનો અંદેશો આવતા મકાન માલિકે પાડોશીને જાણ કરતા પાડોશી દોડી આવ્યા હતા જેના કારણે તસ્કર નાસી છૂટ્યો હતો. પરંતુ છતાં પણ રોકડ અને દાગીનાની ચોરી કરવામાં ચોર સફળ રહ્યો છે.

મળતી વિગતો અનુસાર રાજકોટ શહેરના લાતી પ્લોટ 7માં ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં ભેજાબાજ ચોરે મોડી રાત્રિના સુમારે 53 વર્ષીય હરેશ જગજીવનભાઈ કડેચાના ઘરને નિશાન બનાવ્યું હતું. રાત્રિ સમયે હરેશભાઈ ઘરમાં સુતા હતા દરમિયાન તેમને ઘરમાં અવાજ સંભાળાતા તેઓ ઉઠીને દરવાજો ખોલવા ગયા હતા. પરંતુ રૂમનો દરવાજો બહારથી બંધ હોય ખુલી રહ્યો ન હતો. જેથી હરેશભાઈએ ભત્રીજા તુષારને ફોન કરી જગાડ્યો હતો આમ તુષારે પણ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પણ તેના રૂમનો દરવાજો પણ બંધ હતો.

- Advertisement -

આમ કાકા-ભત્રિજા બંનેના રૂમ બહારથી બંધ હોય તસ્કર ત્રાટક્યાની શંકા દ્રઢ બની હતી. માટે હરેશભાઈએ પાડોશીને ફોન કરી ઘટનાની જાણ કરી ચોરીની શંકા વ્યક્ત કરી હતી. માહિતી મળતા જ પાડોશીઓ હરેશભાઈના ઘર બહાર એકઠા થઈ ગયા હતા. આમ લોકોને જોઈ તસ્કર દાગીના અને રોકડ ઉઠાવી લઈ ઘરના મુખ્ય દરવાજેથી નસી છુટ્યો હતો. આમ પાડોશીના કહેવા મુજબ તસ્કર 25-30 વર્ષની ઉંમરનો હતો.

પાડોશીએ રૂમના દરવાજા ખોલી કાકા-ભત્રિજાને બહાર કાઢ્યા હતા. બાદમાં હરેશભાઈએ તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે રૂપિયા 40 હજારની રોકડ સહિત દાગીનાની માલમત્તાની ચોરી થઈ હતી. હાલ પોલીસે આ મામલે સી.સી.ટી.વી. ફૂટેજના આધારે તપાસ હાથ ઘરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular